શોધખોળ કરો
રાજકોટમાં કોરોનાના કરૂણ દ્રશ્યો, દર્દીનો જીવ બચાવવા કરવા પડ્યા આવા જુગાડ, જુઓ તસવીરો

રાજકોટમાં છકડામાં ઓક્સિજન બાટલો ગોઠવવામાં આવ્યો હતો.
1/6

રાજકોટમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. શહેરમાં પોતાના સ્વજનને બચાવવા પરિવારે કોરોનાનો પણ ડર છોડી દીધો છે અને જે પણ વસ્તુ મળે તેમાં પોતાની રીતે જુગાડ કરીને જીવ બચાવવાની અથાગ કોશિશ કરી રહ્યા છે.
2/6

રાજકોટમાં દર્દીને બાટલો ચડાવવા માટે પરિજનોએ કાર ઉપર ખુરશી રાખી બોટલ ચડાવી હતી, એમ્યુલન્સ ન મળતાં દર્દીના પરિજનો ખાનગી કારમાં લાવ્યા હતા અને કાર પર ખુરશી રાખી બોટલ લગાવી હતી.
3/6

તંત્રના દાવા નો પોલ ખોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
4/6

સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં છકડો રીક્ષાથી લઇ અને નાના-મોટા તમામ વાહનો લઇને લોકો દર્દીઓ સાથે લાઇનોમાં ઊભા છે. એમ્બ્યુલન્સ ન મળતા પરિવારજનો છકડામાં ઓક્સિજનનો બાટલો ગોઠવી દર્દીને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.
5/6

રાજકોટમાં કારની છત પર ખુરશી ગોઠવીને તેના પર બાટલો લગાવવામાં આવ્યો હતો. દર્દીઓનાં સગા કોરોનાનો ડર છોડી પોતાના સ્વજનને બચાવવા વલખાં મારી રહ્યા છે. કોઇ ઓક્સિજનના બાટલા પકડી રાખે છે તો કોઇ દર્દીના નાકમાંથી ઓક્સિજનની નળી નીકળી ન જાય એ માટે પકડી રાખે છે.
6/6

રાજકોટ શહેરમાં મેડિકલ અંધાધૂંધી ઊભી થઈ હોવાના અનેક દ્રશ્યો જોવા મળ્યા હતા.
Published at : 24 Apr 2021 01:02 PM (IST)
આગળ જુઓ
Advertisement