શોધખોળ કરો
Vadodara News: વડોદરા - અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યું, 2 કિલોમીટરનો લાગ્યો ટ્રાફિક જામ
Vadodara News: વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર મોટી દુર્ઘટના બની છે.

વડોદરા-એક્સપ્રેસ હાઈવે પર ઓઈલ ભરેલા ટેન્કરે પલટી મારી
1/6

વડોદરા - અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ઓઇલ ભરીને જતું ટેન્કર ઊંધું વળી જતાં હાઇવે પર ઓઇલ જ ઓઇલ જોવા મળતું હતું.
2/6

જેના કારણે 2 કિલોમીટરનો ટ્રાફિક જામ લાગ્યો હતો. હજુ સુધી ટ્રાફિક પોલીસ ન પહોંચતા ટ્રાફિક જામ થયો છે.
3/6

અનેક વાહનો રોંગ સાઈડ પરત આવી નેશનલ હાઇવેથી અમદાવાદ તરફ જઈ રહ્યા છે.
4/6

ઓઈલ ટેન્કર પલટી જતાં હાઈવે પર ઓઈલમય બની ગયો હતો. કોઈ વાહન દુર્ઘટના ન બને તે માટે વાહન ચાલકો ઉભા રહી ગયા હતા.
5/6

સૂત્રોના જણાવ્યા મુજબ કાચું ખાવાનું તેલ રિફાઈન્ડ માટે સુરતથી નીકળીને અમદાવાદ તરફ જતું હતું. તે સમયે આ દુર્ઘટના બની હતી. કાચું ખાવાનું તેલ ઓઇલની ટેન્કરમાંથી બહાર રોડ ઉપર પડતા 400 મીટર જેટલો રોડ આખો તેલવાળો થઈ ગયો હતો
6/6

નજીકના લોકોને આ ઘટનાની જાણ થતા કારબા અને ડબ્બાઓ લઈને દોડી ગયા હતા તેમજ ટેન્કરમાંથી પડતું હોય તેલ લીધું હતું.
Published at : 28 May 2024 04:18 PM (IST)
આગળ જુઓ
Advertisement