શોધખોળ કરો
Cheteshwar Pujara: 100મી ટેસ્ટ પહેલાં પીએમ મોદીને મળ્યો ચેતેશ્વર પૂજારા, કહી આ વાત
Cheteshwar Pujara 100th Test: ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા દેશ માટે તેની 100મી ટેસ્ટ મેચ રમવાનો છે, જોકે તે પહેલા પુજારાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પીએમ મોદી સાથે ચેતેશ્વર પુજારા
1/7

પૂજારાએ ટ્વિટર પર મુલાકાતની એક તસવીર શેર કરતા લખ્યું કે, "આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું એ સન્માનની વાત છે. હું મારી 100મી ટેસ્ટ પહેલા વાતચીત અને પ્રોત્સાહનને યાદગીરી તરીકે રાખીશ
2/7

પૂજારાના ટ્વિટનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ લખ્યું, "આજે તમને અને પૂજાને મળીને આનંદ થયો. તમારી 100મી ટેસ્ટ અને તમારી કારકિર્દી માટે શુભકામનાઓ."
3/7

પુજારા ટેસ્ટ કરિયરની પ્રથમ મેચ પણ ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો અને 100મી મેચ પણ ઓસ્ટ્રેલિયા સામે રમશે.
4/7

દ્રવિડ જેવી મજબૂત ડિફેન્સ ધરાવતા પુજારાની મેરેથોન ઈનિંગ રમવાની કાબેલિયતને કારણે તેને ધ વોલ તરીકેનું ઉપનામ મળ્યું છે
5/7

પુજારા ભારત તરફથી 100 ટેસ્ટ રમનારો 13મો અને પ્રથમ ગુજરાતી ક્રિકેટર બનશે.
6/7

પુજારાએ અત્યાર સુધીમાં 99 ટેસ્ટમાં 44.15ની સરેરાશથી 7021 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 34 અડધી સદી સામેલ છે.
7/7

તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર
Published at : 15 Feb 2023 05:47 PM (IST)
આગળ જુઓ
Advertisement