શોધખોળ કરો
Photos: જ્યારે યુવરાજ સિંહ લોહીની ઉલ્ટી કરીને ફટકારી હતી શાનદાર સદી
Yuvraj Singh: આ દિવસે 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે વેસ્ટ ઈન્ડિઝ સામે લોહીની ઉલ્ટી કરતી વખતે 113 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

યુવરાજ સિંહ
1/5

યુવરાજ સિંહે 2011 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આખા વર્લ્ડ કપમાં 9 મેચની 8 ઇનિંગ્સમાં 90.50ની એવરેજથી 362 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ દરમિયાન યુવરાજને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
2/5

આ દિવસે એટલે કે 20 માર્ચ, 2011ના રોજ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં યુવરાજ સિંહે 123 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 113 રનની સુંદર ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન યુવરાજ સિંહને લોહીની ઉલટી, ઉધરસ અને છાતીમાં દુખાવો જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
3/5

ટીમ ઈન્ડિયા 1983 બાદ 2011માં બીજી વખત ODI વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી. આ વખતે ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં આ ખિતાબ જીત્યો હતો.
4/5

વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાનો 80 રને વિજય થયો હતો. ભારત તરફથી યુવરાજ સિંહે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના સિવાય વિરાટ કોહલીએ 5 ચોગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા.
5/5

આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતા 49.1 ઓવરમાં 268 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રનનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 43 ઓવરમાં માત્ર 188 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
Published at : 20 Mar 2023 03:01 PM (IST)
આગળ જુઓ
Advertisement