શોધખોળ કરો
બાળકો દિવસમાં માત્ર 2 કલાક જ મોબાઈલ જોઈ શકશે, જાણો ક્યાં બનવાનો છે આવો નિયમ
બાળકો દિવસમાં માત્ર 2 કલાક જ મોબાઈલ જોઈ શકશે, જાણો ક્યાં બનવાનો છે આવો નિયમ
તસવીર સોશિયલ મીડિયા
1/7

સમગ્ર વિશ્વમાં બાળકો દ્વારા સ્માર્ટફોનના ઉપયોગમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. બાળકો વધુ પડતો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવાથી માતા-પિતા પણ પરેશાન છે. ચીનની સાઇબર રેગ્યુલેટર સંસ્થાએ ભલામણ કરી છે કે 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે ફોનનો ઉપયોગ કરવાની લિમિટ નક્કી કરવામાં આવે. રેગ્યુલેટરે 2 કલાકની લિમિટ નક્કી કરવાનું સૂચન આપ્યું છે. બાળકોમાં સ્માર્ટફોનનો ઉપયોગ દિવસમાં બે કલાક સુધી મર્યાદિત કરી દેવો જોઈએ. આ પ્રતિબંધને સફળ કરવા માટે તમામ ટેકનોલોજી કંપનીઓને આવો મોડ લગાવવો જોઈએ જેનાથી બાળકો ઈન્ટરનેટનો ઉપયોગ ન કરી શકે.
2/7

એક રિપોર્ટ અનુસાર ચીને પાંચ અલગ-અલગ ઉંમરના જૂથ માટે પ્રતિબંધોનું સૂચન કર્યું છે, જેમાં 3 થી નાની, 3-8, 8-12, 12-16 અને 16-18ની ઉંમર ધરાવતા બાળકો હશે. આ તમામનો મોડ અલગ-અલગ હશે. 3 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પ્રત્યેક દિવસ માત્ર 40 મિનિટની પરવાનગી હશે. 8થી 16 વર્ષ ની વચ્ચેની ઉંમર ધરાવતા બાળકો માટે આ સમય મર્યાદા 1 કલાક સુધીની હશે. 16 થી 18 વર્ષની ઉંમર ધરાવતા બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર બે કલાક સુધી કરી શકશે. તેઓ રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ એક્સેસ કરી શકશે નહીં.
Published at : 05 Aug 2023 04:02 PM (IST)
આગળ જુઓ





















