શોધખોળ કરો
કલાકો સુધી Instagram Reels અને YouTube Shorts જોવાનું મોંઘું પડી શકે છે! તમારું મગજ કામ કરવાનું...
સંશોધનમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા: ટૂંકા વીડિયોનું વ્યસન નિર્ણયશક્તિ અને નાણાકીય સ્થિતિને અસર કરી શકે છે.
આજના ડિજિટલ યુગમાં, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ જેવા પ્લેટફોર્મ્સનો ક્રેઝ એટલો વ્યાપક બન્યો છે કે ઘણા લોકો દિવસનો મોટો ભાગ ફક્ત સ્ક્રોલ કરવામાં જ વિતાવે છે. થોડીક સેકન્ડના આ વીડિયો માત્ર સમય પસાર કરવાનું સાધન નથી, પરંતુ ધીમે ધીમે તે આપણા મગજ અને વિચારવાની ક્ષમતાને પણ ગંભીરપણે અસર કરી રહ્યા છે.
1/7

તાજેતરમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે, જે દર્શાવે છે કે ટૂંકા વીડિયોનું વ્યસન આપણને વિચારપૂર્વક નિર્ણયો લેતા અટકાવી રહ્યું છે અને નાણાકીય નુકસાન પણ કરી રહ્યું છે.
2/7

ચીનની તિયાનજિન નોર્મલ યુનિવર્સિટીના પ્રોફેસર કિઆંગ વાંગ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલું આ સંશોધન ન્યુરોઇમેજ જર્નલમાં પ્રકાશિત થયું છે. આ અભ્યાસ મુજબ, જે લોકો ટિકટોક કે રીલ્સ જેવા ટૂંકા વીડિયો પર વધુ સમય વિતાવે છે, તેમની નિર્ણય લેવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે. ખાસ કરીને, તેમના મગજમાં નુકસાન ટાળવાની કુદરતી વૃત્તિ નબળી પડી જાય છે.
Published at : 11 Jul 2025 05:09 PM (IST)
આગળ જુઓ




















