મૃતદેહની ઓળખ થયા બાદ ફોનના લોકેશન અને કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરવામાં આવી. જેમાં એકબાદ એક કડી જોડીને પોલીસે મૃતકની નર્સ પત્નીની કડકાઈથી પૂછપરછ કરી તેમાં તે ભાંગી પડી હતી અને સચ્ચાઈ જણાવી હતી. પોલીસે તેની અને પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.
2/4
25 ડિસેમ્બરની રાતે મહિલા અને તેની પ્રેમીએ શરાબમાં નશાની ગોળી નાંખીને પતિને બેભાન કરી દીધો. જે બાદ તેનું ગળું દબાવીને માથામાં ફટકા મારી હત્યા કરી દીધી. બાદમાં લાશને વાહનમાં મુકી માસલપુરના નારાયણ વિસ્તારમાં તરછોડી દીધો હતો. મૃતદેહ પડ્યો હોવાની વાત પ્રસરતાં પોલીસે આવીને તપાસ શરૂ કરી હતી.
3/4
કરૌલીઃ માસલપુર પોલીસ સ્ટેશને નારાયણા વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. જે બાદ મૃતકની પત્ની અને તેની પ્રેમીને ધરપકડ કરી હતી. મળતી વિગત પ્રમાણે, હત્યારી પત્ની સરકારી હોસ્પિટલમાં નર્સ છે.
4/4
પોલીસના જણાવ્યા મુજબ, મહિલા નર્સ છે. તેને મચેટ ગામના રહેવાસી પિંટૂ સાથે લગ્નેત્તર સંબંધ હતા. તે જીપ ચલાવવાની સાથે ટેંટની દુકાન ચલાવતો હતો. કોરોનાકાળમાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. તે લોકડાઉનમાં પોતાની જીપ લઇને પ્રેમીકાને હોસ્પિટલ મુકવા જતો હતો. અવાર નવાર બંને શારીરિક સુખ માણતા હતા. આ વાતની જાણ તેની પતિને થઈ ત્યારે પત્ની અને પ્રેમિકાએ તેનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.