પોતાના ઉદગમ સ્થાનથી નીકળીને આશરે 474 કિલોમીટર બાદ આ નદી સીધી બંગાળની ખાડીમાં મળી જાય છે. આ દરમિયાન તેમાં અનેક નાની મોટી નદીઓ સ્વર્ણરેખામાં આવીને ભળે છે.
2/5
સ્થાનિકોના કહેવા મુજબ સોનાના કણ ક્યાંથી આવે છે તે આજે પણ રહસ્ય છે. અનેક વખત સરકારે સોનાના કણ શોધવાની કોશિશ કરી પરંતુ સ્પષ્ટ કારણે સામે આવી શક્યું નથી. ગામના વૃદ્ધોના જણાવ્યા મુજબ, આસપાસના વિસ્તૈરમાં સોનાની અનેક ખાણ હોવાની શક્યતા છે. નદી તેમાંથી પસાર થતી હોવાથી સોનાના કણ તેમાં તણાઇને આવતા હોવાની સંભાવના છે.
3/5
નદીની રેતીમાંથી નીકળતાં સોનાના કણ ઘણી વખત ઘંઉના દાણા જેવડા હોય છે. ગ્રામીણોના કહેવા મુજબ એક દિવસમાં કોઈપણ વ્યક્તિ એક થી બે સોનાના કણ શોધી શકે છે. બજારમાં તેના 200 થી 400 રૂપિયા મળે છે અને સરેરાશ એક મહિનામાં 5-7 હજાર રૂપિયા મળી રહે છે.
4/5
આ નદીના પાણીમાં સોનાના કણ મળે છે અને નદી કિનારે રહેતા લોકો કણ વીણે છે. ઝારખંડની રાજધાની રાંચીથી આશરે 16 કિલોમીટર દૂર નગડી ગામના રાનીચુંઆ પરિસર સ્થિત એક ખાડામાંથી સતત વહેતું પાણી આગળ જઈને ઝારખંડની સ્વર્ણરેખા નદીનું રૂપ લઈ લે છે. આ નદી આગળ જઈને બંગાળની ખાડીમાં મળી જાય છે.
5/5
ઝારખંડની સ્વર્ણરેખા નદીમાં વર્ષોથી સોનું મળી રહ્યું છે. પોતાની સાથે સોનાના ટુકડા લઇને વહેવાના કારણે આ નદીનું નામ સ્વર્ણરેખા નદી પડ્યું છે. આ નદી માત્ર ઝારખંડ જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અલગ અલગ વિસ્તારોમાં અનેક વર્ષોથી હજારો લોકોની આજીવિકા ચલાવી રહી છે.