શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઑસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડની ટીમનું 71 વર્ષનું સૌથી શરમજનક પ્રદર્શન
ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક 12 રન જૉ ડેનલીએ બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી જૉશ હેઝલવુડે ઘાતક બોલિંગ કરતા પાંચ અને પેટ કમિંસે 3 વિકેટ ઝડપી હતી.
લીડ્સ: હેંડિગ્લેમાં રમાઈ રહેલી ત્રીજી એશિઝ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં રોમાંચક ટક્કર જોવા મળી રહી છે. આ ટેસ્ટમાં પ્રથમ દિવસે જોફ્રા આર્ચની આક્રમક બોલિંગના દમ પર ઇંગ્લેન્ડે ઑસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગમાં 179 રનો પર ઓલઆઉટ કરી દીધું હતું. તેના બાદ કાંગારુંએ પણ ઇંગ્લેન્ડને માત્ર 67 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક 12 રન જૉ ડેનલીએ બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી જૉશ હેઝલવુડે ઘાતક બોલિંગ કરતા પાંચ અને પેટ કમિંસે 3 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડનો 67 રનનો સ્કોર ઑસ્ટ્રેલિયા સામે 71 વર્ષ બાદ તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પહેલા 1948માં ઇંગ્લેન્ડે ઑસ્ટ્રેલિયા સામે ઓછા રન બનાવ્યા હતા. વર્ષ 2019 ઇંગ્લેન્ડ માટે ખૂબજ ખરાબ રહ્યું છે. ઇંગ્લેન્ડની ટીમ આ વર્ષે 3 વખત 100 થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ છે.
ઇંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે 77 રન, આયરલેન્ડ સામે 84 રન અને હવે હેડિંગ્લે ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 67 રન પર ઓલઆઉટ થઈ છે. લીડ્સના હેડિંગ્લે મેદાન પર ઇંગ્લેન્ડનો સૌથી ઓછો ટેસ્ટ સ્કોર છે. આ પહેલા 1907માં ઇંગ્લેન્ડ આ જ મેદાન પર સાઉથ આફ્રિકા વિરુદ્ધ 76 રનમાં ઓલ આઉટ થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion