નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઓનલાઇન મેટ્રીમોની પ્લેટફોર્મ ભારત મેટ્રીમોનીએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ભારત મેટ્રીમોની સાથે જોડાયા બાદ ધોનીએ કહ્યું કે, જેણે અનેક સફળ લગ્નો કરાવ્યા છે તેવી બ્રાન્ડ સાથે સંકળાવાથી ઘણો ખુશ છું.
2/4
કંપનીના સીઈઓ મુરુગવેલ જાનકીરમને કહ્યું, ધોની આ માટે યોગ્ય વિકલ્પ છે. કારણકે તે ઘણા યુવાઓનો પ્રેરણાસ્ત્રોત છે. તેણે આ પ્રસિદ્ધી તેની નેતૃત્વ ક્ષમતાના બળ પર હાંસલ કરી છે. ધોનીનું સુખી લગ્ન જીવન, જવાબદાર પિતા અને સારા પતિ જેવી ખૂબીઓ બીજાને પણ પ્રેરિત કરે છે.
3/4
સોમવારે કંપનીએ જાણકારી આપતાં જણાવ્યું કે, ધોનીની હાજરીવાળી જાહેરખબર અભિયાન જલ્દી શરૂ કરવામાં આવશે. આ વિજ્ઞાપન પ્રિન્ટ, રેડિયો, ટેલીવિઝન તથા હોર્ડિંગ્સ પર જોવા મળશે.
4/4
ધોનીને વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. 37 વર્ષીય ધોની ભારત માટે સૌથી વધારે ટી20 ઈન્ટરનેશનલ (93 મેચ) રમનારો ખેલાડી છે.