શોધખોળ કરો

KL Rahul in Wedding: આથિયા સાથે લગ્ન પહેલા કેએલ રાહુલ પહોંચ્યો મંદિર, જલદી લેશે સાત ફેરા, વીડિયો વાયરલ

KL Rahul Marriage: ભારતીય ટીમનો સ્ટાર ઓપનર રાહુલ બુધવારે મેંગ્લોરના પ્રખ્યાત સુબ્રહ્મણ્ય મંદિરમાં પૂજા કરવા પહોંચ્યો હતો

KL Rahul and Athiya Wedding: ટીમ ઈન્ડિયાના ઓપનર અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમનો સ્ટાર ઓપનર રાહુલ બુધવારે મેંગ્લોરના પ્રખ્યાત સુબ્રહ્મણ્ય મંદિરમાં પૂજા કરવા પહોંચ્યો હતો.  રાહુલની સાથે તેના મિત્રો પણ મંદિરમાં જોવા મળ્યા હતા. જોકે, તેની ભાવિ પત્ની આથિયા રાહુલ સાથે જોવા મળી ન હતી. જાન્યુઆરી 2023માં રાહુલ અને અથિયા સાત ફેરા લેશે.

કેએલ રાહુલે મંદિરમાં પૂજા કરી હતી

ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ જાન્યુઆરી 2023માં બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના આ લગ્ન બોલિવૂડ એક્ટર અને અથિયાના પિતા સુનીલ શેટ્ટીની ખંડાલ મેન્શનમાં થશે.  તેના લગ્ન પહેલા રાહુલ મેંગલોરના સુબ્રહ્મણ્ય મંદિર પહોંચ્યો હતો. રાહુલ મંદિરમાં પૂજા કરતા હોવાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે

ભારતીય ટીમના વર્તમાન વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓ ઘણી જગ્યાએ એકસાથે પણ જોવા મળ્યા છે. હવે આ કપલના લગ્ન જાન્યુઆરી 2023માં થવાના છે. રાહુલ અને આથિયાના લગ્ન સુનીલ શેટ્ટીની ખંડાલા મેન્શનમાં થશે.

બોર્ડે રાહુલને આરામ આપ્યો

ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ હાલમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. ટી-20 વર્લ્ડ કપ બાદ તેને ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. જોકે, આગામી મહિને ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર યોજાનારી શ્રેણીમાં કેએલ રાહુલ વાપસી કરશે. ભારતીય ટીમે બાંગ્લાદેશમાં 3 વનડે અને 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.

દિનેશ કાર્તિક લેશે સંન્યાસ ?

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન અને મિસ્ટર ફિનિશર તરીકે પ્રખ્યાત દિનેશ કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસની સાથે ટીમના સાથી અને પરિવારના સભ્યો પણ છે. દિનેશ કાર્તિકે પોસ્ટ સાથે જે લખ્યું છે તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દિનેશ કાર્તિકની ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર કદાચ હવે ખતમ થવા જઈ રહી છે.

દિનેશ કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કેપ્શન આપ્યું - સ્વપ્ન સાકાર થાય, T20 વર્લ્ડ કપ. દિનેશે આગળ લખ્યું કે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બનવું ગર્વની વાત છે. અમે ટુર્નામેન્ટ ભલે જીતી ન શક્યા હોય પરંતુ યાદો અમને આખી જીંદગી માટે વારંવાર ખુશ રહેવાની તક આપશે. હું મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, મિત્રો અને પ્રશંસકોનો આભાર માનું છું જેમણે હંમેશા મને સપોર્ટ કર્યો છે. તમિલનાડુના આ ક્રિકેટરે આ વસ્તુઓ સાથે એક એવી હિંટ આપી છે કે કદાચ તે હવે Team India ની બ્લૂ જર્સીમાં જોવા નહીં મળે. 37 વર્ષીય દિનેશ કાર્તિકની નિવૃત્તિને સમય ઘણો વહેલા થઈ ગયો હશે પરંતુ IPLમાં તેના જોરદાર પ્રદર્શનને કારણે તેને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget