શોધખોળ કરો
Advertisement
IND vs AUS: ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, સિડની ટેસ્ટ પહેલા બધા ખેલાડીઓનો કોરોના રિપોર્ટ.....
સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ તેને લઈને વ્યાવહારીક રીત અપનાવશે અને પાંચેય ખેલાડીઓ પર બાયો સિક્યોરિટી પ્રોટોકોલ્સ તોડવા માટે દંડ ફટકારશે.
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની તીર્જી ટેસ્ટ મેચ સાત જાન્યુઆરીથી સિડનીમાં રમાવા જઈ રહી છે. સિડની ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ટેસ્ટ સીરીઝમાં હાલમાં બન્ને ટીમ 1-1થી બરાબરી પર છે. ટીમ ઇન્ડિયા આજે મેલબર્નથી સિડની માટે રવાના થશે.
શર્મા, ગિલ, પંત ત્રીજી ટેસ્ટમાં રમી શકે છે
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના પાંચ ક્રિકેટર - રોહિત શર્મા, રિષભ પંત, શુભમન ગિલ અને પૃથ્વી શો રમી શકે છે. આ પાંચેય ખેલાડીઓને મેલબર્નની એક રેસ્ટોરન્ટમાં જઈને ભોજન કરતો વીડિયો વાયરલ થયો હતો ત્યાર બાદ બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની તપાસ શરૂ કરી અને પાંચેય ખેલાડીઓને આઈસોલેશનમાં મોકલ્યા છે.
સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ તેને લઈને વ્યાવહારીક રીત અપનાવશે અને પાંચેય ખેલાડીઓ પર બાયો સિક્યોરિટી પ્રોટોકોલ્સ તોડવા માટે દંડ ફટકારશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ ખેલાડીને સજા ન આપી શકે કારણ એ તેમના કર્મચારી નથી.
આ પ્રથમ વખત નથી જ્યારે ભારતીય ખેલાડીઓએ બાયો સિક્યોર પ્રોટોકોલ્સનું ઉલ્લંઘન કર્યું હોય. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ડિસેમ્બરની શરૂઆતમાં સિડનીમાં એક દુકાન પર તસવીર ખેંચાવી હતી. એવા પણ અહેવાલ હતા કે ભારતીય ટીમ બ્રિસ્બેનમાં રમાનાર
અંતિમ ટેસ્ટ મેચ માટે ત્યાં જવા માગતી ન હતી કારણ કે ક્વીન્સલેન્ડ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉનના નિયમ કડક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
ગુજરાત
Advertisement