અંબાતી રાયડૂ આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી, આ દિગ્ગ્જ નેતા સાથે કરી મુલાકાત, જાણો વધુ વિગતો
IPL 2023 સીઝન બાદ અંબાતી રાયડુએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો, પરંતુ હવે તે રાજકારણમાં આવવાનો છે.
Ambati Rayudu On Politics And CM YS Jagan Mohan Reddy: IPL 2023 સીઝન બાદ અંબાતી રાયડુએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો, પરંતુ હવે તે રાજકારણમાં આવવાનો છે. એવું માનવામાં આવે છે કે અંબાતી રાયડુ આંધ્ર પ્રદેશની કૃષ્ણા અથવા ગુંટુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. IPL 2023 સીઝન પહેલા અંબાતી રાયડુએ કહ્યું હતું કે તે આ સીઝન બાદ રાજકારણમાં જોડાશે. હવે અંબાતી રાયડુ YSRCP પાર્ટીમાં જોડાશે. આ સંદર્ભે તેઓ વાયએસઆરસીપી ચીફ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીને બે વખત મળ્યા છે.
Had a great meeting with honourable CM YS Jagan Mohan Reddy garu along with respected Rupa mam.and csk management to discuss the development of world class sports infrastructure and education for the underprivileged. Govt is developing a robust program for the youth of our state pic.twitter.com/iEwUTk7A8V
— ATR (@RayuduAmbati) June 8, 2023
રાજકારણમાં પ્રવેશ પર અંબાતી રાયડુએ શું કહ્યું ?
એવું માનવામાં આવે છે કે YSRCP ચીફ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી ઇચ્છે છે કે અંબાતી રાયડુ ચૂંટણી લડે. જો કે અત્યારે એ સ્પષ્ટ નથી કે અંબાતી રાયડુ વિધાનસભાની ચૂંટણી લડશે કે લોકસભામાં પોતાનું નસીબ અજમાવશે. અંબાતી રાયડુએ તાજેતરમાં કહ્યું હતું કે તે વાયએસ જગન મોહન રેડ્ડીને કારણે રાજકારણમાં આવી રહ્યો છે. YS જગન મોહન રેડ્ડી મારા જેવા ઘણા યુવાનો માટે પ્રેરણા છે. તેણે કહ્યું કે મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી મારા જેવા યુવાનો માટે પ્રેરણા છે, જેઓ રાજકારણમાં આવવા માંગે છે.
કૃષ્ણા કે ગુંટુર લોકસભા સીટને બદલે માછલીપટ્ટનમથી ચૂંટણી લડી શકે ?
જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંબાતી રાયડુ આંધ્ર પ્રદેશની કૃષ્ણા અથવા ગુંટુર લોકસભા સીટ પરથી ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી શકે છે. આ સિવાય ઘણા નિષ્ણાતોનું માનવું છે કે અંબાતી રાયડુ કૃષ્ણા અથવા ગુંટુર લોકસભા સીટને બદલે માછલીપટ્ટનમથી ચૂંટણી લડી શકે છે. ઉલ્લેખનીય છે કે, IPL 2023 સીઝન બાદ અંબાતી રાયડુએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જો કે તે મેજર ક્રિકેટ લીગની પ્રથમ સિઝનમાં રમતા જોવા મળશે. આ લીગનું આયોજન અમેરિકામાં 13 જુલાઈથી 30 જુલાઈ સુધી કરવામાં આવશે. આ 18 દિવસમાં 19 મેચ રમાશે.
અંબાતી રાયડૂના પ્રદર્શન પર નજર કરીએ તો આ ખેલાડીએ આઈપીએલ મેચો સિવાય ઈન્ટરનેશનલ મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીમાં 55 વનડેમાં 47.06ની એવરેજથી 1694 રન બનાવ્યા. રાયડુના નામે વનડેમાં 3 સદી અને 10 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. રાયડુને 7 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમવાની તક પણ મળી, જોકે તે 12.2ની સરેરાશથી માત્ર 61 રન જ જોડી શક્યો છે.