Shubhman Gill: શુભમન ગિલ સારાને લઇને ગયો ડિનર ડેટ પર, હૉટલની તસવીરો વાયરલ, ફેન્સ ચોંક્યા...
સમાચારોનુ માનીએ તો ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન હવે શુભમન ગિલ કાઉન્ટી ક્રિકેટ રમવાનો છે. આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર તેની એક તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે,
Shubhman Gill Sara Ali Khan: ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ ઓપનર બેટ્સમેન શુભમન ગિલનો તાજેતરનો ઝિમ્બાબ્વે પ્રવાસ ખુબ સફળ રહ્યો હતો, તેને તે પ્રવાસ દરમિયાન વનડે કેરિયરની પહેલી સેન્ચૂરી ફટકારી હતી, પોતાના આ પરફોર્મન્સના દમ પર તે ઝિમ્બાબ્વે પ્રવાસમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો અને સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડવામાં પણ સફળ રહ્યો હતો.
સમાચારોનુ માનીએ તો ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન હવે શુભમન ગિલ કાઉન્ટી ક્રિકેટ રમવાનો છે. આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર તેની એક તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં તે એક મિસ્ટ્રી ગર્લની સાથે દેખાઇ રહ્યો છે.
ફેન્સ થોડીવાર માટે લાગ્યુ કે આ છોકરી સારા તેંદુલકર છે, પરંતુ બાદમાં ખબર પડી કે આ છોકરીનુ નામ પણ સારા જ છે, પરંતુ આ સચિન તેંદુલકરની દીકરી નથી પરંતુ અભિનેત્રી સારા અલી ખાન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલ આજકાલ લંડનમાં છે, જ્યાં તે બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાનની સાથે દેખાઇ રહ્યો છે.
Shubman Gill spotted together with Bollywood actress Sara Ali Khan 👀🏏
— Sportskeeda (@Sportskeeda) August 29, 2022
📸: uxmiholics/TikTok#CricketTwitter #India #TeamIndia pic.twitter.com/yk3riTdtyW
વાયરલ થયેલી તસવીરોમાં બન્ને એક રેસ્ટૉરન્ટમાં બેસેલા દેખાઇ રહ્યાં છે, જ્યાં તે ડિનર કરી રહ્યાં છે. વાયરલ તસવીર દુબઇની બતાવવામા આવી રહી છે, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આને લંડનની તસવીર કહેવામાં આવી રહી છે. ફેન્સ શુભમન ગિલ અને સારા અલી ખાનની આ તસવીર પર જોરદાર મીમ્સ બનાવીને વાયરલ કરી રહ્યાં છે.
આ પણ વાંચો..........
China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ
GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?