શોધખોળ કરો

Bishan Singh Bedi Death: જ્યારે પાકિસ્તાન સામે આ કારણે લાલઘૂમ થઈ ગયા હતા બિશનસિંહ બેદી, બાદમાં કેપ્ટન તરીકે કર્યુ એવું કે.....

Bishan Singh Bedi News: ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીએ કુલ 22 મેચોમાં કેપ્ટનશીપ કરી હતી. બેદી તેમના યુગના સૌથી સફળ સ્પિનર હતા.

Bishan Singh Bedi Death: ભારતમાં રમાઈ રહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023 વચ્ચે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​બિશન સિંહે 77 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્પિનરના નિધનના સમાચારથી સમગ્ર ક્રિકેટ જગત શોકમાં છે. ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીએ કુલ 22 મેચોમાં કેપ્ટનશીપ કરી હતી. બેદી તેમના યુગના સૌથી સફળ સ્પિનર ​​હતા. પરંતુ એકવાર પૂર્વ ભારતીય કેપ્ટન બેઈમાન પાકિસ્તાનથી એટલા નારાજ થઈ ગયા કે તેમણે એવું કામ કર્યું જે ક્રિકેટના ઈતિહાસમાં પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું.

તેમણે મેદાનમાં જ એવો નિર્ણય લીધો હતો, જેણે બધાને ચોંકાવી દીધા હતા. જો કે, આ નિર્ણયોને કારણે, ભૂતપૂર્વ ભારતીય મહાનને ઘણી વખત ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પોતાની કેપ્ટનશિપમાં તેમણે ટીમ ઈન્ડિયાને નવો રસ્તો બતાવ્યો.

શું છે મામલો

પોતાની કેપ્ટનશીપ દરમિયાન શાહવીલના ઝફર અલી સ્ટેડિયમમાં 3 નવેમ્બર, 1978ના રોજ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટને ગુસ્સામાં ખેલાડીઓને મેચની વચ્ચે જ મેદાનમાંથી પાછા બોલાવ્યા હતા. પાકિસ્તાનની અપ્રમાણિકતાના કારણે તેણે આ કડક નિર્ણય લીધો હતો. મેચમાં માત્ર પાકિસ્તાનના ખેલાડીઓ જ નહીં પરંતુ મેદાન પર હાજર અમ્પાયરોએ પણ બેઈમાની કરવામાં કોઈ કસર છોડી ન હતી. પાકિસ્તાનના જાવેદ અખ્તર અને ખિઝર હયાત મેચનું અમ્પાયરિંગ કરી રહ્યા હતા.

Bishan Singh Bedi Death: જ્યારે પાકિસ્તાન સામે આ કારણે લાલઘૂમ થઈ ગયા હતા બિશનસિંહ બેદી, બાદમાં કેપ્ટન તરીકે કર્યુ એવું કે.....

ભારતને જીતવા માટે 14 બોલમાં 23 રનની જરૂર હતી, ત્યારબાદ બિશન સિંહ બેદીએ ગુસ્સામાં ભારતીય ખેલાડીઓને મેદાનમાંથી પાછા બોલાવ્યા અને મેચ પાકિસ્તાનને અપાવી દીધી. ભારતને છેલ્લી ત્રણ ઓવરમાં 23 રનની જરૂર હતી, પરંતુ સરફરાઝ નવાઝ પાકિસ્તાન માટે બોલિંગ કરી રહ્યો હતો, જેણે બેઈમાનીની તમામ હદો પાર કરી અને ઓવરમાં સતત 4 બાઉન્સર ફેંક્યા, પરંતુ અમ્પાયરે એક પણ બોલને વાઈડ આપ્યો ન હતો. કેટલાક બોલ બેટ્સમેનના માથા ઉપરથી પણ ગયા હતા, જેને અમ્પાયરે વાઈડ આપ્યો ન હતો. આ દરમિયાન ભારત તરફથી અંશુમન ગાયવાડ ક્રિઝ પર હાજર હતા.

સતત ચાર બાઉન્સર અને અમ્પાયર તરફથી કોઈ સંકેત ન મળતા બિશન સિંહ બેદી એટલા ગુસ્સામાં આવી ગયા કે તેમણે 14 બોલ બાકી રહેતા બેટ્સમેનોને પેવેલિયનમાં બોલાવ્યા અને પાકિસ્તાનને જીત અપાવી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીરીઝની આ ત્રીજી અને નિર્ણાયક મેચ હતી. 40 ઓવરની મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 7 વિકેટે 205 રન બનાવ્યા હતા. વિજયી જાહેર થયા બાદ પાકિસ્તાને શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

આ પણ વાંચોઃ

સરદાર ઓફ સ્પિન તરીકે ઓળખતા હતા બિશન સિંહ બેદી, જાણો તેમના 5 મોટા રેકોર્ડ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget