![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs IRE: ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થતા જ આર્યલેન્ડમાં ઝૂમી ઉઠ્યા ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો, જુઓ વીડિયો
Team India, Chandrayaan-3: ભારતના ચંદ્રયાન 3એ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કર્યું છે. દેશવાસીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. તો બીજી તરફ, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણના સાક્ષી બન્યા.
![IND vs IRE: ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થતા જ આર્યલેન્ડમાં ઝૂમી ઉઠ્યા ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો, જુઓ વીડિયો Chandrayaan 3 Landing Indian cricket team celebrated historic moment ISRO lunar mission watch IND vs IRE: ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થતા જ આર્યલેન્ડમાં ઝૂમી ઉઠ્યા ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/23/e51f5e845ff80f82a9000a6cfbb641311692797756531397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Team India, Chandrayaan-3: ભારતના ચંદ્રયાન 3એ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કર્યું છે. દેશવાસીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. તો બીજી તરફ, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણના સાક્ષી બન્યા. વાસ્તવમાં, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં આયર્લેન્ડમાં છે. આ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડમાં ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ જોયું.
🎥 Witnessing History from Dublin! 🙌
— BCCI (@BCCI) August 23, 2023
The moment India's Vikram Lander touched down successfully on the Moon's South Pole 🚀#Chandrayaan3 | @isro | #TeamIndia https://t.co/uIA29Yls51 pic.twitter.com/OxgR1uK5uN
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહ સિવાય ટીમના લગભગ તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ નજરે પડે છે.
History Created! 👏 👏
— BCCI (@BCCI) August 23, 2023
Mission Successful 🌖
Congratulations 🇮🇳#Chandrayaan3 | @isro pic.twitter.com/Gr7MxooHo1
ઈસરોએ ઈતિહાસ રચ્યો
વાસ્તવમાં ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણ સાથે ભારતે ઈતિહાસ રચ્યો છે. આ રીતે ભારત ચંદ્ર પર અવકાશયાન મોકલનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ભારત પહેલા અમેરિકા, રશિયા અને ચીનની સ્પેસ એજન્સીઓએ આ કારનામું કર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, ભારતે ચંદ્રયાન-3નું દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કર્યું છે, જ્યારે ચંદ્ર પર પહોંચનાર કોઈ પણ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી શક્યો નથી. આ રીતે, ચંદ્રયાન-3નું લેન્ડિંગ ભારત અને આ દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ માટે સેંકડો વૈજ્ઞાનિકોએ રાત-દિવસ મહેનત કરી
સ્પેસ કમિશનના સભ્ય ડૉ. કિરણ કુમારે કહ્યું, 'ઈસરો' 'ચંદ્રયાન-3' વિશે ખૂબ આશાવાદી હતા. આ માટે સેંકડો વૈજ્ઞાનિકોએ રાત-દિવસ મહેનત કરી છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક શિફ્ટ પૂરી કરીને ઘરે જતા તો પણ તેને ઊંઘ ન આવતી અને તેઓ આ સમયે પણ પોતાની જાતને અપડેટ રાખવા માટે કંટ્રોલ સેન્ટર સાથે વાત કરતા હતા. બધાને એક જ જુસ્સો હતો કે ચંદ્રયાન 3 ચંદ્ર પર સુરક્ષિત રીતે સોફ્ટ લેન્ડિંગ કરે. ચંદ્રયાન ક્યાં લેન્ડ કરવું, આ બધી બાબતો પહેલેથી જ નક્કી હતી..
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)