Best Bowling Figure: 9 ઓવર, 9 મેડન, 0 રન અને 8 વિકેટ, શું તમે ક્યારેય જોયું છે આવું બૉલિંગ પ્રદર્શન ?
આજકાલ ક્રિકેટનો શોખીનો ખુબ વધી ગયા છે, તાજેતરમાં જ ભારતમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 ટૂર્નામેન્ટ સમાપ્ત થઇ છે
![Best Bowling Figure: 9 ઓવર, 9 મેડન, 0 રન અને 8 વિકેટ, શું તમે ક્યારેય જોયું છે આવું બૉલિંગ પ્રદર્શન ? cricket News and updates: 10 year old sri lankan child cricketer selvasekaran rishiyudhan took 8 wickets with 9 maiden and with conceding Best Bowling Figure: 9 ઓવર, 9 મેડન, 0 રન અને 8 વિકેટ, શું તમે ક્યારેય જોયું છે આવું બૉલિંગ પ્રદર્શન ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/27/1f7bf68b5fc8877573f72a95515d63bb170108847703577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Best Bowling Figure: આજકાલ ક્રિકેટનો શોખીનો ખુબ વધી ગયા છે, તાજેતરમાં જ ભારતમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 ટૂર્નામેન્ટ સમાપ્ત થઇ છે. હવે આગામી વર્ષે ફરી પાછો આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 આવી રહ્યો છે. આ બધાની વચ્ચે યુવા ક્રિકેટરો પણ પોતાની આગાવી છાપ છોડી રહ્યાં છે. જો તમે ક્રિકેટમાં શ્રેષ્ઠ બૉલિંગ ફિગર વિશે વિચારો છો, તો તે શું હશે ? શું તમે ક્યારેય એવી બૉલિંગ ફિગર જોઈ કે સાંભળી છે કે જેણે એક પણ રન લીધા વિના 8 વિકેટ લીધી હોય? જો નહીં, તો હવે સાંભળો. શ્રીલંકાના એક યુવા બૉલરે પણ આવું જ પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં જ સેલવસકરન રિશીયુધાન નામના 10 વર્ષના યુવાન બૉલરે 9.4 ઓવર નાંખી છે, તમામ 9 ઓવર મેડન નાંખી, એક પણ રન આપ્યા વિના તેને 8 વિકેટો ઝડપી લીધી હતી.
શ્રીલંકન બૉલરોએ કર્યો કમાલ
શ્રીલંકાના આ બૉલરનું બૉલિંગ પ્રદર્શન જોઈને દુનિયાભરના ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેના શાનદાર પ્રદર્શન બાદ આ બૉલરે કહ્યું કે, હું એક ઓવરમાં 6 પ્રકારના બૉલ ફેંકવા જાણું છું. જેમાં ઓફ સ્પિન, લેગ સ્પિન, કેરમ બૉલ, લૂપ, ફ્લેટ લૂપ અને ફાસ્ટ બૉલનો સમાવેશ થાય છે. મારો પ્રિય બોલર નાથન લિયૉન છે. મને તેની જેમ બૉલિંગ ગમે છે. હું 19 વર્ષની ઉંમરે શ્રીલંકા માટે રમવા માંગુ છું.
નાથન લિયૉન ઓસ્ટ્રેલિયાનો ઓફ સ્પિન બૉલર છે અને તેનું નામ વિશ્વના મહાન સ્પિનરોમાં સામેલ છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 496 વિકેટ લીધી છે. 36 વર્ષીય લિયૉને 4 વિકેટ લેતાની સાથે જ 500 ટેસ્ટ વિકેટ ઝડપનાર બૉલર બની જશે. આ ઉપરાંત તેને ODI ફોર્મેટમાં 29 અને T20 ફોર્મેટમાં માત્ર 1 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની સર્વશ્રેષ્ઠ બૉલિંગ ફિગર 50 રનમાં 8 વિકેટ ઝડપી રહી છે. આ સિવાય તેને 203 ફર્સ્ટ ક્લાસ મેચોની 370 ઇનિંગ્સમાં કુલ 736 વિકેટો લીધી છે.
શ્રીલંકાના મુરલીધરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપી છે સૌથી વધુ વિકેટો
સેલવસકરન રિશીયુધાન જે લાથન લિયૉનને પોતાની પ્રેરણા માને છે, તે શ્રીલંકાના છે અને શ્રીલંકાએ હંમેશા વિશ્વ ક્રિકેટને મહાન સ્પિન બૉલરો આપ્યા છે. સૌથી વધુ વિકેટ લેનાર બૉલર મુથૈયા મુરલીધરન પણ શ્રીલંકાના છે. મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં કુલ 800 વિકેટો લીધી છે અને તેની શ્રેષ્ઠ બોલિંગ 51 રનમાં 9 વિકેટ છે. આ સિવાય તેણે ODI ફોર્મેટમાં 534 અને T20 ફોર્મેટમાં 13 વિકેટ ઝડપી છે. આનો અર્થ એ થયો કે શ્રીલંકાના આ દિગ્ગજ બૉલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 1300થી વધુ વિકેટ લીધી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)