શોધખોળ કરો
Advertisement
ક્રિકેટને સુધારવા પાકિસ્તાને આ ચાર દેશો પાસે માંગી મદદ, જાણો શું કહ્યું
વર્ષ 2009માં શ્રીલંકન ટીમ પર થયેલા આતંકી હુમલા બાદ દુનિયાની દરેક ક્રિકેટ ટીમોએ પાકિસ્તાનમાં જઇને ક્રિકેટ રમવાની ના પાડી દીધી હતી
કરાંચીઃ ક્રિકેટનુ સ્તર પાકિસ્તાનમાં સતત નીચુ જઇ રહ્યું છે, હવે પાકિસ્તાની ફેન્સની ઇચ્છા અને માંગને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની સરકાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કવાયત હાથ ધરી છે. ક્રિકેટને સુધારવા માટે પાકિસ્તાને ચાર મોટા દેશોને પોતાના દેશમાં ક્રિકેટ રમવા માટે આમંત્રણ આપ્યુ છે.
રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ક્રિકેટના સ્તરને સુધારવા માટે આયરલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમોને પોતાના દેશમાં રમવા માટે આવવા આમંત્રણ આપ્યુ છે.
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે સીમિત ઓવરોની ક્રિકેટ માટે સાઉથ આફ્રિકા અને આયરલેન્ડ સાથે સંપર્ક કર્યો છે. શ્રીલંકા અને બાંગ્લાદેશને પણ મનાવવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, પાકિસ્તાનનો પ્રયાસ છે કે આ ટીમો આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની મેચો માટે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પાકિસ્તાનનો પ્રવાસ કરે. જોકે, હજુ સુધી કોઇ અપડેટ સામે આવ્યુ નથી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં શ્રીલંકન ટીમ પર થયેલા આતંકી હુમલા બાદ દુનિયાની દરેક ક્રિકેટ ટીમોએ પાકિસ્તાનમાં જઇને ક્રિકેટ રમવાની ના પાડી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
ઓટો
Advertisement