IND vs BAN: કોહલી પર લાગ્યો ફેક ફીલ્ડિંગનો આરોપ, ફરિયાદ કરશે બાંગ્લાદેશ બોર્ડ - જુઓ Video
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે તેઓ ભારત સામે રમાયેલી T20 વર્લ્ડ કપ 2022 મેચના અમ્પાયરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે.
Bangladesh Cricket Board: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે તેઓ ભારત સામે રમાયેલી T20 વર્લ્ડ કપ 2022 મેચના અમ્પાયરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે. બાંગ્લાદેશના વિકેટ કીપર બેટ્સમેન નુરુલ હસને આરોપ લગાવ્યો હતો કે વિરાટ કોહલીએ ફેક ફિલ્ડિંગ કરી હતી અને અમ્પાયરો દ્વારા આ બાબતની અવગણના કરવામાં આવી હતી.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અનુસાર, “અમે તેના વિશે વાત કરી છે. તમે ટીવી પર પણ જોયું હશે અને બધું તમારી સામે બન્યું છે. ફેક થ્રોનો મામલો સામે આવ્યો હતો જેના વિશે અમે અમ્પાયરોને જણાવ્યું હતું, પરંતુ તેઓએ કહ્યું હતું કે, તેમણે તેની નોંધ લીધી નથી અને તેથી જ તેઓ રિવ્યુ લઈ શક્યા નથી. શાકિબે અમ્પાયર સાથે ઘણી વાત કરી હતી અને મેચ બાદ પણ તેની સાથે વાત કરી હતી. શાકિબે અમ્પાયરોને મેચ શરૂ કરવા માટે થોડો વધુ સમય આપવા કહ્યું હતું, પરંતુ અમ્પાયરનો નિર્ણય અંતિમ છે.
નુરુલે શું આરોપ લગાવ્યા?
મેચ ખતમ થયા બાદ નુરુલે કહ્યું હતું કે, કોહલીએ ફેક ફિલ્ડિંગ કરી હતી. એ વાત સાચી છે કે હાથમાં બોલ ન હોવા છતાં કોહલીએ બોલને થ્રો કરવાની એક્શન કરી હતી. આ બાબત મેદાન પરના બેટ્સમેનોના ધ્યાન પર ન હતી અને અમ્પાયરોએ પણ તેના પર ધ્યાન આપ્યું ન હતું. નિયમો અનુસાર, જો બેટ્સમેન ફિલ્ડરની કોઈપણ ક્રિયાથી ડાયવર્ટ થાય છે, તો બેટિંગ કરી રહેલી ટીમને 5 રન મળે છે. નુરુલ એ જ વાતનું પુનરાવર્તન કરી રહ્યો હતો કે જો અમ્પાયરોએ આ ઘટના પર ધ્યાન આપ્યું હોત તો કદાચ બાંગ્લાદેશને તે રન મળ્યા હોત અને તેમની ટીમ મેચ જીતી ગઈ હોત.
ક્યારે બની હતી આ ઘટના?
એડિલેડમાં રમાયેલી આ મેચમાં જ્યારે બાંગ્લાદેશની ટીમ બેટિંગ કરી રહી હતી, તે સમયે સાતમી ઓવરમાં આ ઘટના બની હતી. જ્યારે બાંગ્લાદેશના લિટન દાસ અને નજમુલ હુસેન શાંતો બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે બાંગ્લાદેશી બેટ્સમેને શોટ માર્યો ત્યારે ભારતના અર્શદીપ સિંહે ડીપમાંથી બોલ ફેંક્યો હતો. આ બોલ વિરાટ કોહલીના હાથમાં આવે તે પહેલાં કોહલીએ રિલે થ્રો વડે બોલને બીજા છેડે થ્રો કરવાની ક્રિયા કરી હતી.
so, even if this did happen, none of the batsmen from bangladesh appealed for this fake fielding 🤺#FakeFielding #NoBall #ViratKohli𓃵 #INDvsBAN #T20WorldCup #Cheating #SuryakumarYadav #KLRahul𓃵 #RohitSharma𓃵 #TeamIndia pic.twitter.com/xKsYgNuc3Z
— Karan Pandya (@KaranPa62440821) November 3, 2022
Yesterday ICC has cheated Bangladesh in a big way. Virat Kohli faked fielding but umpire didn't say anything same is the case with Pakistan.
— 𝐑𝐮𝐬𝐬𝐞𝐥𝐥 𝐇𝐨𝐬𝐬𝐞𝐧 (@rhpeace) November 3, 2022
India played a total of twelve (Umpire) players yesterday.
Shame on you @ICC
Shame on @imVkohli #FakeFielding #BANvsIND #T20WorldCup pic.twitter.com/HzG6yE6HC8