IND vs BAN: ભારતે એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી, બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું
India vs Bangladesh: ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

IND vs BAN: ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ ઈન્ડિયા તરફથી તિલક વર્માએ અણનમ 55 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે અણનમ 40 રન બનાવ્યા હતા. સાઈ કિશોરે 3 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ લીધી હતી. હવે ભારતીય ટીમ શનિવારે ફાઇનલ મેચ રમશે.
બાંગ્લાદેશે ભારતને 97 રનનો ટાર્ગેટ આપ્યો હતો
બાંગ્લાદેશે સેમીફાઈનલમાં ભારતને જીતવા માટે 96 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાઈ કિશોરે 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, તિલક વર્મા, રવિ બિશ્નોઈ અને શાહબાઝ અહેમદે એક-એક વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી ઝાકિર અલીએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. તેણે 29 બોલનો સામનો કર્યો અને એક ફોર ફટકારી. પરવેઝે 32 બોલમાં 23 રન બનાવ્યા હતા.

