શોધખોળ કરો
Advertisement
IND Vs AUS: બ્રિસ્બેન ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ 274 રન બનાવ્યા, ટી. નટરાજને બે વિકેટ ઝડપી
ઓસ્ટ્રેલિયાએ અંતિમ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ઘણી ખરાબ રહી અને પ્રથમ ઓવરમાં જ સિરાજને વોર્નરને પેવેલિયન મોકલ્યો હતો.
IND Vs AUS Brisbane Test Day 1 Highlights: ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનના ગાબા મેદન પર ભારત વિરૂદ્ધની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે મેચ પૂરી થતા સુધીમાં પોતાની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા છે. દિવસના અંતે ઇનિંગ પૂરી થતા સમયે કેપ્ટન ટિમ પેને 38 રન અને કેમરૂન ગ્રીન 28 રન બનાવીને રમી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા માટે માર્નસ લાબુશેને 204 બોલરમાં નવ ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા. મેથ્યૂ વેડે 87 બોલ પર 45 રન અને સ્ટીવ સ્મિથે 77 બોલરમાં 36 રન બનાવ્યા. ભારત માટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલ ટી. નટરાજને બે વિકેટ લીધી. મોહમ્દ સિરાજ અને વોશિંગ્ટન સુંદરના ભાગે એક એક વિકેટ આવી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ઓસ્ટ્રેલિયાએ અંતિમ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ઘણી ખરાબ રહી અને પ્રથમ ઓવરમાં જ સિરાજને વોર્નરને પેવેલિયન મોકલ્યો હતો. વોર્નરે માત્ર એક જ રન બનાવ્યો. પુકોવસ્કીને રિપ્લેસ કરતાનાર હેરિસે 5 રન બનાવીને શાર્દુલનો શિકાર થઈ ગયો.
સ્મિથ અને લાબુશેને સતત ત્રીજી વખત ત્રીજી વિકેટ માટે 50 રનનથી વધારેની ભાગીદારી કરી. સ્મિથ 36 રન બનાવીને સુંદરનો શિકાર થયો. વેડ અને લાબુશેનને નટરાજને અંતિમ સેશનમાં પેવેલિયન મોકલ્યા.
ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી
અંતિ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ ચાર ફેરફારની સાથે મેદાન પર ઉતરવું પડ્યું છે. ઇન્ડિયા આ ટેસ્ટમાં બુમરાહ અને અશ્વિન વગર જ મેદાન પર ઉતરી છે. નવદીપ સૈની બીજા સેશનમાં ઇજાગ્રસ્ત થયા અને તેને સ્કેન માટે મોકલવામાં આવ્યો.
જણાવીએ કે બન્ને ટીમની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝ 1-1થી બરાબરી પર છે. બ્રિસ્બેન ટેસ્ટના પરિણાથી બોર્ડર ગાવસકર સીરીઝનો નિર્ણય થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement