શોધખોળ કરો
Advertisement
Ind vs NZ: લાજ બચાવવા મેદાનમાં ઉતરશે કિવી ટીમ, જાણો કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ
ભારતીય ટીમની નજર આજની મેચ જીતીને સીરીઝમાં વધુ એક જીત પોતાના નામે કરવાની છે. ઉલ્લેખનીય છે કે, પાંચ મેચોની ટી20 સીરીઝમાં ભારત 3-0 થી જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂક્યુ છે
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ચોથી ટી20 મેચ રમાવવની છે. સળંગ ત્રણ ટી20 હારેલી કિવી ટીમ માટે આજની મેચ ઘરઆંગણે લાજ બચાવવા માટે મહત્વની છે. જ્યારે ભારતીય ટીમની નજર આજની મેચ જીતીને સીરીઝમાં વધુ એક જીત પોતાના નામે કરવાની છે. ઉલ્લેખનીય છે કે, પાંચ મેચોની ટી20 સીરીઝમાં ભારત 3-0 થી જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂક્યુ છે. જાણો કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેથી આજની ચોથી મેચ વેલિંગ્ટનના વેસ્ટપેક ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમયાનુસાર મેચ બપોરે 12.30 વાગે શરૂ થશે, જ્યારે ટૉસ 12 વાગે કરવામાં આવશે.
ચોથી ટી20 મેચનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી જોઇ શકાશે. લાઇવ સ્ટ્રીમિંગ માટે તમે હૉટ સ્ટાર પર પણ જઇ શકો છો.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
રોહિત શર્મા (ઉપકેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, મનિષ પાંડે, શિવમ દુબે, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ/કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, શાર્દૂલ ઠાકુર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement