Virat Kohli-Gambhir: વિરાટ કોહલીએ ગૌતમ ગંભીરને લગાવ્યો ગળે, સોશિયલ મીડિયા પર જોવા મળી મજેદાર કોમેન્ટ
Virat Kohli-Gambhir: IPL 2024માં 10મી મેચ RCB અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Virat Kohli-Gambhir: IPL 2024માં 10મી મેચ RCB અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બેટિંગનું શાનદાર ઉદાહરણ રજૂ કર્યું છે. તેણે શાનદાર અડધી સદી ફટકારી છે. પરંતુ સ્ટ્રેટેજિક ટાઈમ દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો હતો. જ્યારે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા.
🫂
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 29, 2024
📸: JioCinema pic.twitter.com/Fh3QZHVwFP
Gambhir says sorry to Virat .#RCBvsKKR #ViratKohlipic.twitter.com/9fmUODW4T3
— Surbhi (@SurrbhiM) March 29, 2024
ગંભીર સ્ટ્રેટેજિક ટાઈમ દરમિયાન વિરાટને મળ્યો
સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ગળે મળતા જોવા મળ્યા હતા. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. RCBએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ બંનેનો ફોટો શેર કર્યો છે.
Internet, were you ready for this reunion? 😅😁#ViratKohli #IPL2024 #GautamGambhir
— Star Sports (@StarSportsIndia) March 29, 2024
Tune in to #RCBvKKR in #IPLOnStar
LIVE NOW | Only on Star Sports pic.twitter.com/ToE8BzTt1U
🚨 it's going to be Viral 🔥
— Harsh Tiwari (@harsht2024) March 29, 2024
It's good for IPL fan's to see Virat Kohli and Gautam Gambhir like this.
Strong message from #IPL2024#RCBvsKKR #ViratKohlipic.twitter.com/FfjuMxFXxs
ગત સિઝનમાં રકઝક થઈ હતી
ગત સિઝનમાં પણ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ કોહલીની નવીન ઉલ હક સાથે અથડામણ થઈ અને ગંભીર દલીલમાં જોડાયો. આ પછી બંને ખેલાડીઓના નિવેદનો ચર્ચામાં રહ્યા હતા. આ પહેલા પણ કોહલી-ગંભીર IPLમાં વિવાદોનો હિસ્સો રહી ચૂક્યા છે. વર્ષ 2013માં પણ બંને ખેલાડીઓએ એકબીજાને ધક્કો માર્યો હતો.
બેંગલુરુએ કોલકાતાને 183 રનનો ટાર્ગેટ આપ્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સને 183 રનનો ટાર્ગેટ આપ્યો છે. RCB માટે કિંગ કોહલીએ 59 બોલમાં 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. અંતમાં દિનેશ કાર્તિક પણ ચમક્યો. કાર્તિકે માત્ર 8 બોલમાં ત્રણ સિક્સરની મદદથી 20 રન બનાવ્યા હતા. KKRનો મિચેલ સ્ટાર્ક ફરી એકવાર ઘણો મોંઘો સાબિત થયો. સ્ટાર્કે ચાર ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 47 રન આપ્યા હતા.