બાંગ્લાદેશના ખેલાડી Mushfiqur Rahimએ ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિની કરી જાહેરાત, જાણો આવું રહ્યુ કરિયર?
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડી મુશફિકુર રહીમે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે
Mushfiqur Rahim T20I Retirement Bangladesh: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડી મુશફિકુર રહીમે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેઓ હવે માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં જ રમશે. 100 વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા મુશફિકુરે આ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 6 અડધી સદી ફટકારી છે. તેણે તેની ડેબ્યૂ મેચ વર્ષ 2006માં ઝિમ્બાબ્વે સામે રમી હતી.
JUST IN | Mushfiqur Rahim has announced his retirement from T20 internationals - he played 102 games in the format for Bangladesh pic.twitter.com/jZJtpxiNLQ
— ESPNcricinfo (@ESPNcricinfo) September 4, 2022
મુશફિકુરે નવેમ્બર 2006માં ઝિમ્બાબ્વે સામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે અત્યાર સુધીમાં 102 મેચ રમી છે. આ દરમિયાન મુશફિકુરે 1500 રન બનાવ્યા હતા. તેણે આ ફોર્મેટમાં 6 અડધી સદી ફટકારી છે. તેણે 126 ફોર અને 37 સિક્સર ફટકારી છે. આ ફોર્મેટમાં તેનો સ્ટ્રાઈક રેટ 114.94 છે.
I would like to announce my retirement from T20 INTERNATIONALS and focus on Test and ODI formats of the game. I will be available to play franchise leagues when the opportunity arrives. Looking forward to proudly represent my nation in the two formats-MR15
— Mushfiqur Rahim (@mushfiqur15) September 4, 2022
તેણે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે હું T20 ઇન્ટરનેશનલમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરવા માંગુ છું. હું રમતના ટેસ્ટ અને વનડે ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. જ્યારે તક મળશે ત્યારે હું ફ્રેન્ચાઇઝી લીગ રમવા માટે ઉપલબ્ધ રહીશ. હું મારા દેશને બે ફોર્મેટમાં ગર્વથી પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સુક છું.
Exclusive: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કર્યા હાર્દિક પંડ્યાના વખાણ, જાણો શું કહ્યું ?
Ravindra Jadeja Injury: Team India ને લાગ્યો મોટો ઝટકો, T20 World Cup માંથી બહાર થયો જાડેજા
Asia Cup 2022: પાક સામે મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલી વધી, વાયરલ ફિવરની ઝપેટમાં આવ્યો આ ફાસ્ટ બોલર