શોધખોળ કરો

બે શાનદાર સદી... સૌથી મોટી જીત, એશિયા કપની પ્રથમ મેચમાં બન્યા આ રેકોર્ડ

એશિયા કપ 2023ની શરૂઆત રેકોર્ડ જીત સાથે શાનદાર રીતે થઈ. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ નેપાળ અને પાકિસ્તાન વચ્ચે મુલતાનમાં રમાઈ હતી. પાકિસ્તાનની ટીમે 238 રનના માર્જિનથી રેકોર્ડ જીત નોંધાવી હતી.

Pakistan Vs Nepal in Asia Cup Score: એશિયા કપ 2023 ની શરૂઆત અનેક રેકોર્ડ્સ સાથે થઈ છે. પ્રથમ મેચ બુધવારે (30 ઓગસ્ટ) પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ હતી, જે એકતરફી રહી હતી. પરંતુ આ મેચમાં પાકિસ્તાને મુલાકાતી ટીમ નેપાળને 238 રને હરાવીને રેકોર્ડની શ્રેણી બનાવી છે. તમને જણાવી દઈએ કે નેપાળ પહેલીવાર એશિયા કપ રમી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન ICC ODI રેન્કિંગમાં નંબર-1 ટીમ છે.

રનના મામલે ODI ફોર્મેટમાં ઘરઆંગણે પાકિસ્તાનની આ સૌથી મોટી જીત છે. આ પહેલા તેણે 18 વર્ષ પહેલા કરાચી વનડેમાં ઈંગ્લેન્ડને 165 રનના માર્જીનથી હરાવ્યું હતું. હવે બાબરની કપ્તાની હેઠળની પાકિસ્તાની ટીમે આ રેકોર્ડ તોડ્યો છે. કરાચી ODI 15 ડિસેમ્બર 2005ના રોજ રમાઈ હતી.

એકંદરે ODI ફોર્મેટમાં પાકિસ્તાનની આ ત્રીજી સૌથી મોટી જીત છે. પાકિસ્તાની ટીમે 18 ઓગસ્ટ 2016ના રોજ આયર્લેન્ડ સામે ડબલિન ODIમાં ODIમાં તેની સૌથી મોટી જીત નોંધાવી હતી. ત્યારે પાકિસ્તાને આયર્લેન્ડને તેના જ ઘરમાં 255 રનના માર્જીનથી હરાવ્યું હતું.

બાબર આઝમે મેચમાં 131 બોલમાં 151 રન બનાવ્યા હતા. વનડેમાં આ તેની 19મી સદી હતી. બાબર સૌથી ઝડપી 19 ODI સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે આ રેકોર્ડ 102 ઇનિંગ્સમાં બનાવ્યો હતો. આ પછી સાઉથ આફ્રિકાનો હસીમ અમલા (104 ઇનિંગ્સ) અને પછી વિરાટ કોહલી (133 ઇનિંગ્સ)નો નંબર આવે છે.

બાબર ODI એશિયા કપમાં વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર કરનાર પાકિસ્તાનનો પ્રથમ ખેલાડી બન્યો. ODI એશિયા કપમાં બીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી બન્યો. વિરાટ કોહલી 183 રન સાથે ટોપ પર છે. કોહલીએ આ સ્કોર પાકિસ્તાન સામે જ બનાવ્યો હતો.

બાબરની આ 31મી આંતરરાષ્ટ્રીય (ટેસ્ટ, ODI, T20) સદી હતી. બાબર સંયુક્ત રીતે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ચોથો પાકિસ્તાની ખેલાડી બની ગયો છે. તેમના સિવાય પાકિસ્તાનીઓમાંથી જાવેદ મિયાંદાદ અને સઈદ અનવરે 31-31 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. યુનિસ ખાને પાકિસ્તાનીઓમાં સૌથી વધુ 41 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. મોહમ્મદ યુસુફ (39) બીજા સ્થાને છે.

પાકિસ્તાન પ્લેઈંગ ઈલેવન

ફખર ઝમાં, ઇમામ-ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકી), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ

નેપાળ પ્લેઈંગ ઈલેવન

કુશલ ભુર્ટેલ, આસિફ શેખ (વિકી), રોહિત પૌડેલ (કેપ્ટન), આરિફ શેખ, કુશલ મલ્લા, દીપેન્દ્ર સિંહ એરી, ગુલસન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિછાને, લલિત રાજવંશી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget