શોધખોળ કરો

ભારતીય ટીમના ‘વન્ડર બોય’ આ ગુજરાતી ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લીધી નિવૃત્તિ, ધોનીના કારણે પતી ગઈ કારકિર્દી

માત્ર 17 વર્ષની વયે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારા પાર્થિવ પટેલની વય અત્યારે 35 વર્ષ છે.

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમી ચૂકેલા ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે બુધવારે 9 ડિસેમ્બરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. માત્ર 17 વર્ષની વયે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારા પાર્થિવ પટેલની વય અત્યારે 35 વર્ષ છે. ગુજરાતી પાર્થિવ પટેલ હવે આઈપીએલમાં પણ નહીં રમે. 35 વર્ષીય પાર્થિવ પટેલ ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વનડે અને ટી 20 માં રમ્યા હતા.  પાર્થિવ ગુજરાત તરફથી 194 ફર્સ્ટ ક્લાસ મેચોમાં રમ્યા હતા. પાર્થિવ પટેલને 2002માં ભારતીય ટીમમાં રમવાનો મોકો મળ્યો ત્યારે  તેણે ટેસ્ટમાં સૌથી યુવા વિકેટકીપર બનીને રેકોર્ડ બનાવ્યો હતો. પાર્થિવ જ્યારે ભારતીય ટીમમાંથી પહેલી વાર રમ્યા ત્યારે ફક્ત 17 વર્ષ અને 153 દિવસની ઉમંર હતી.  એ વખતે તેમને ભારતીય ક્રિકેટના ‘વન્ડર બોય’ ગણાવાતા હતા. પાર્થિવની કારકિર્દીની શરૂઆત સારી રીતે થઈ હતી, પરંતુ સિંહ ધોનીના આગમન પછી 2004માં તેમની કારકિર્દીનાં વળતાં પાણી શરૂ થયાં. ધોનીના સારા દેખાવના પગલે પાર્થિવને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. એ પછી પાર્થિવને તક મળી પણ તે ભારતીય ટીમમાં જામી નહોતા શક્યા. પાર્થિવ પટેલે 8 ઓગસ્ટ, 2002ના રોજ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ, 4 જાન્યુઆ 2002ના રોજ ન્યૂઝીલેન્ડ સામે વન ડે ડેબ્યૂ અને 4 જૂન, 2011ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 ડેબ્યૂ કર્યુ હતું. જાન્યુઆરી 2018મા તે સાઉથ આફ્રિકા સામે અંતિમ ટેસ્ટ અને ફેબ્રુઆરી 2012માં ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. પાર્થિવે 25 ટેસ્ટની 38 ઈનિંગમાં 8 વખત નોટ આઉટ રહીને 934 રન બનાવ્યા છે. જેમાં તેણે 6 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 71 રન  છે. 38 વન ડેની 34 ઈનિંગમાં તેણે 4 અડધી સાથે 736 રન ફટાકાર્યા છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 95 રન છે. જ્યારે 2 ટી20માં 112.5ના સ્ટ્રાઇક રેટથી 36 રન બનાવ્યા છે. આઈપીએલની 139 મેચમાં તેણે 120.8ના સ્ટ્રાઇક રેટથી 2848 રન બનાવ્યા છે. આઈપીએલમાં પાર્થિવે 13 અડધી સદી મારી છે અને શ્રેષ્ઠ સ્કોર 81 રન છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Embed widget