શોધખોળ કરો

SA vs AFG Semi-final: અફઘાનિસ્તાનની ફાઇનલમાં એન્ટ્રી પાક્કી ? દક્ષિણ આફ્રિકાનો આ રેકોર્ડ છે એકદમ ખરાબ

SA vs AFG T20 World Cup 2024 Semi-final 1: દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમો ટી20 વર્લ્ડકપ 2024 પહેલા સેમિફાઇનલમાં આમને સામને ટકરાશે

SA vs AFG T20 World Cup 2024 Semi-final 1: દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમો ટી20 વર્લ્ડકપ 2024 પહેલા સેમિફાઇનલમાં આમને સામને ટકરાશે. આફ્રિકાએ એકપણ મેચ હાર્યા વિના સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજીબાજુ અફઘાનિસ્તાન પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચ્યું છે. પ્રથમ વખત સેમિફાઇનલ રમી રહેલા અફઘાનિસ્તાન માટે જીત આસાન નહીં હોય, પરંતુ દક્ષિણ આફ્રિકાના રેકોર્ડે તેમની મુશ્કેલીઓ ઓછી કરી છે.

વાસ્તવમાં, વર્લ્ડકપ નૉકઆઉટમાં દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. આફ્રિકાએ ODI અને T20 વર્લ્ડકપમાં અત્યાર સુધી 10 નૉકઆઉટ મેચ રમી છે, જેમાં તે માત્ર 1 જીતી શકી છે. તેની એકમાત્ર જીત 2015 ODI વર્લ્ડકપમાં શ્રીલંકા સામે ક્વાર્ટર ફાઈનલ રમતી વખતે મળી હતી. આફ્રિકાનો આ ખરાબ રેકોર્ડ અફઘાનિસ્તાન માટે સારો સાબિત થઈ શકે છે. આફ્રિકાએ 10માંથી 2 વખત ટી20 વર્લ્ડકપની નૉકઆઉટ મેચ રમી છે, જેમાં બંને વખત તેને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકા એક વખત પણ ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી શકી નથી. નોકઆઉટમાં ખરાબ રેકોર્ડને કારણે આફ્રિકાને 'ચોકર્સ' પણ કહેવામાં આવે છે.

વર્લ્ડકપ નૉકઆઉટમાં દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન (વનડે અને ટી20 વર્લ્ડકપ બન્નેમાં...)

1992 - સિડનીમાં સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હાર
1996 - કરાચીમાં ક્વાર્ટર ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર
1999 - બર્મિંગહામમાં ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં ટાઈ થઈ અને બહાર થઈ ગઈ
2007 - સેન્ટ લુસિયામાં સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર
2011 - મીરપુરમાં ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર
2015 - સિડનીમાં ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકા સામે જીત
2015 - ઓકલેન્ડમાં સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર
2023 - કોલકાતામાં સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર

2009 - નૉટિંગહામ (ટી20 વર્લ્ડકપ)માં સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે હાર
2014 - મીરપુર (ટી20 વર્લ્ડકપ)માં સેમિફાઇનલમાં ભારત સામે હાર.

આ વર્લ્ડકપમાં આવું રહ્યું બન્ને ટીમોનું પ્રદર્શન  

અફઘાનિસ્તાન: - 
અફઘાનિસ્તાને ગ્રુપ સ્ટેજમાં 4માંથી 3 મેચ જીતી હતી. રાશિદ ખાનની આગેવાની હેઠળની અફઘાન ટીમે યુગાન્ડા, ન્યૂઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની સામે ગ્રુપ સ્ટેજની ત્રણ મેચ જીતી હતી. તેમને વેસ્ટ ઈન્ડિઝ સામે ગ્રુપ સ્ટેજમાં એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારબાદ ટીમે ભારત સામેની મેચ હાર્યા બાદ સુપર-8ની શરૂઆત કરી હતી. પરંતુ આ પછી તેણે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામેની આગામી બે મેચ જીતી હતી.

સાઉથ આફ્રિકાઃ - 
સાઉથ આફ્રિકાએ એકપણ મેચ હાર્યા વિના સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમે શ્રીલંકા, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને નેપાળ સામે ગ્રુપ સ્ટેજની ચારેય મેચ જીતી હતી. આ પછી સુપર-8માં આફ્રિકાની ટીમે અમેરિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણેય મેચ જીતી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદનHMPV Virus Cases: અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, 9 માસનું બાળક સંક્રમિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Embed widget