Shubman Gill: ક્રિકેટ બાદ હવે ફિલ્મોમાં પણ દેખાશે શુભમન ગીલનો જલવો, સ્પાઇડર મેનનો અવાજ બનશે ભારતીય ક્રિકેટર
ફિલ્મ નિર્માતા સોની પિક્ચર્સ એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડિયાએ સોમવારે બતાવ્યુ કે, ગીલ હિન્દી અને પંજાબી ભાષામાં સ્પાઇડર મેનનો અવાજ અપશે.
Shubman Gill, Spider-Man: ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગીલ હવે ક્રિકેટના મેદાનમાંથી ફિલ્મોમાં જલવો બતાવવા જઇ રહ્યો છે. શુભમન ગીલ એનિમેટેડ ફિલ્મ 'સ્પાઇડર-મેનઃ એક્રૉસ ધ સ્પાઇડર-વર્સ'માં ભારતીય સ્પાઇડર-મેનનો અવાજ બનવા જઇ રહ્યો છે.
ફિલ્મ નિર્માતા સોની પિક્ચર્સ એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડિયાએ સોમવારે બતાવ્યુ કે, ગીલ હિન્દી અને પંજાબી ભાષામાં સ્પાઇડર મેનનો અવાજ આપશે. આ ફિલ્મ આખા દેશમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ભારતીય સ્પાઇડર મેન પવિત્ર પ્રભાકર પહેલીવાર મોટા પડદા પર દેખાશે. ગીલ અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સની ટીમ વતી રમી રહ્યો છે. સ્પાઇડર મેન "સૌથી વિશ્વાસપાત્ર સુપરહીરોમાંનો એક છે".......
23 વર્ષીય શુભમન ગીલે આ ફિલ્મને લઇને કહ્યું કે "આ ફિલ્મમાં ભારતીય સ્પાઈડર મેન પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. આપણા ભારતીય સ્પાઈડર મેન પવિત્ર પ્રભાકરનો અવાજ બનવું એ મારા માટે યાદગાર અનુભવ હતો. પહેલાથી જ હું સારો અનુભવ કરી રહ્યો છુ, હું આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું."
સોની પિક્ચર્સના પ્રમુખ શોની પંજીકરને કહ્યું- 2 જૂન હકીકતમાં દેશભરમાં તમામ સ્પાઇડર મેન ફેન્સ માટે મહત્વપૂર્ણ હશે. અમને યકીન છે કે દરેક આ ફિલ્મ પર એવો જ પ્રેમ વરસાવશે જેવો સ્પાઈડર મેન: નૉ વે હૉમ પર વરસાવ્યો હતો. અમે શુભમન ગીલ સાથે સહયોગ કરવા માટે ખુબ જ ઉત્સાહિત છીએ કારણ કે તે માત્ર યુવા આઇકૉન જ નથી પણ એક સાચો હીરો પણ છે, જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે અને લાખો ફેન્સ તેની રમતથી પ્રેરિત અને રોમાંચિત કર્યા છે.
View this post on Instagram
"સ્પાઈડર-મેન: એક્રોસ ધ સ્પાઈડર-વર્સ" 2 જૂનના દિવસે અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી અને બંગાળીમાં ભારતીય સ્ક્રીન પર આવશે. આ ફિલ્મ 2018ની "સ્પાઇડર-મેન: ઇનટુ ધ સ્પાઇડર-વર્સ" ની સિક્વલ છે અને "ઇનટુ ધ સ્પાઇડર-વર્સ" નામના યૂનિવર્સના મલ્ટીવર્સમાં સેટ કરવામાં આવ્યુ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram