આજથી ભારત-વિન્ડીઝ વચ્ચે 5 મેચોની ટી20 સીરિઝ, કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ?
વનડે સીરીઝ બાદ ભારતીય ટીમ આજથી કેરેબિયન ટીમ સામે પાંચ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. આ પ્રવાસ 29 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટે સમાપ્ત રહેશે
India vs West Indies 2022: ભારતીય ટીમ અત્યારે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે, આ પ્રવાસ ભારતીય ટીમ માટે ખુબ સારો રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ શિખર ધવનની આગેવાનીમાં વિન્ડિઝ ટીમને ત્રણ મેચોની વનડે સીરીઝમાં 3-0થી ક્લિવ સ્વિપ કરી દીધુ હતુ, હવે આજથી બન્ને ટીમો વચ્ચે એકવાર મેદાન એ જંગ થવાનો છે. આ વખતે બન્ને ટીમો ટી20 સીરીઝ માટે આમને સામને ટકરાશે. ખાસ વાત છે કે ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં સીનિયર ખેલાડીઓની વાપસી થઇ ગઇ છે. ટીમની કમાન ફરી એકવાર રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા સંભાળશે, અને તેની સાથે પંત, જાડેજા, ભુવનેશ્વર, અશ્વિન, કાર્તિક સહિતના સ્ટાર ખેલાડીઓ રમશે.
વનડે સીરીઝ બાદ ભારતીય ટીમ આજથી કેરેબિયન ટીમ સામે પાંચ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. આ પ્રવાસ 29 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટે સમાપ્ત રહેશે. અહીંની એક ખાસ વાત એ છે કે આ તમામ 8 મેચ કોઈ પણ પ્રાઈવેટ સેટેલાઈટ ચેનલ પર ટેલિકાસ્ટ નહીં થાય.
ભારત-વેસ્ટ ઇન્ડીઝની ટી20 સિરીઝની પ્રથમ મેચ ક્યાં રમાશે ?
આ મેચ વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદ એન્ડ ટોબોગોના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટી20 મેચ ક્યારે શરૂ થશે ?
આ મેચ 29 જુલાઈએ ભારતીય સમયાનુસાર સાંજે 8 વાગ્યે શરૂ થશે.
ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ ટી20નું કઈ ચેનલ પર જીવંત પ્રસારણ થશે ?
આ મેચનું ડીડી સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
તમે આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો ?
આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ફેનકોડ એપ પર જોઇ શકાય છે.
શું ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની તમામ 8 મેચોનો સમય અને ટેલિકાસ્ટ ચેનલ એક જ રહેશે ?
ભારત અને વિન્ડિઝ વચ્ચેની ટી20 શ્રેણીની પાંચેય મેચો રાત્રે 8 વાગ્યે ટેલિકાસ્ટ થશે. તમામ મેચ ડીડી સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે અને તેમનું લાઇવ સ્ટ્રીમિંગ ફક્ત ફેનકોડ એપ્લિકેશન પરથી જ થશે.
ટી-20 શ્રેણીનો કાર્યક્રમ -
પ્રથમ ટી20 - 29 જુલાઈ (ત્રિનિદાદ)
બીજી ટી-20- 01 ઓગસ્ટ (સેન્ટ કિટ્સ)
ત્રીજી ટી-20- 02 ઓગસ્ટ (સેન્ટ કિટ્સ)
ચોથી ટી20 - 06 ઓગસ્ટ, લૌડરહિલ, ફ્લોરિડા
પાંચમી ટી-20- 07 ઓગસ્ટ લાઉડરહિલ, ફ્લોરિડા.
આ પણ વાંચો..........
Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ
FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ
Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત
BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા