T20 World Cup 2022, AUS vs NZ Live: ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 89 રનથી આપી હાર, સાઉથી-સેન્ટરની 3-3 વિકેટ
T20 World Cup, AUS vs NZ: આજથી (22 ઓક્ટોબર) T20 વર્લ્ડ કપ 2022માં સુપર-12 રાઉન્ડ શરૂ થવાની સાથે જ ખરી ધમાલ પણ શરૂ થશે. આ રાઉન્ડની શરૂઆત છેલ્લા T20 વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ ટીમો વચ્ચેની મેચથી થશે.
Background
111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ ઓસ્ટ્રેલિયન ટીમ
201 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેેલિયન ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. 17.1 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રન બનાવી ઓલઆઉટ થતાં ન્યુઝીલેન્ડનો 89 રનથી વિજય થયો હતો. મિચેલ સેન્ટરે 31 રનમાં 3, ટીમ સાઉથીએ 6 રનમાં 3, ટ્રેન્ટ બોલ્ટે 24 રનમાં 2 તથા ફર્ગ્યુસન અને સોઢીએ 1-1 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં
6 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 37 રન છે. મેક્સવેલ 1 અને સ્ટોયનિસ 1 રને રમતમાં છે.
ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં
6 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 37 રન છે. મેક્સવેલ 1 અને સ્ટોયનિસ 1 રને રમતમાં છે.
ઓસ્ટ્રેલિયન ઓપનર પેવેલિયન ભેગા
201 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની નબળી શરૂઆત થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 4 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 30 રન બનાવ્યા છે. ફિંચ 13 રન બનાવી સાન્ટનેરનો શિકાર બન્યો હતો.
ઓસ્ટ્રેલિયાની નબળી શરૂઆત
201 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની નબળી શરૂઆત થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 2 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 7 રન બનાવ્યા છે. વોર્નર 5 રન બનાવી સાઉથીનો શિકાર બન્યો હતો.