શોધખોળ કરો

Tamim Iqbal Retirement: આ દિગ્ગજ ક્રિકેટર ફરી મેદાનમાં મચાવશે ધૂમ, પ્રધાનમંત્રીને મળ્યા બાદ નિવૃત્તિનો નિર્ણય લીધો પરત

Tamim Iqbal Withdraws Retirement Bangladesh: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ODI કેપ્ટન તમિમ ઈકબાલે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેણે આ નિર્ણય પાછો લઈ લીધો છે.

Tamim Iqbal Withdraws Retirement Bangladesh: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ODI કેપ્ટન તમિમ ઈકબાલે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેણે આ નિર્ણય પાછો લઈ લીધો છે. એક રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના કહેવા પર તમિમે નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. તમીમ તાજેતરમાં શેખ હસીનાને મળ્યો હતો. પરંતુ આ અંગેની સત્તાવાર માહિતી હાલમાં જાહેર કરવામાં આવી નથી.

તમીમ પરિવાર સાથે વડાપ્રધાન શેખ હસીનાને મળ્યો હતો. ક્રિકબઝ પર છપાયેલા સમાચાર અનુસાર, તમિમએ કહ્યું, “આજે બપોરે વડાપ્રધાને તેને પોતાના ઘરે આમંત્રણ આપ્યું હતું. તેણે મને ફરીથી રમવા માટે કહ્યું. એટલા માટે મેં નિવૃત્તિનો નિર્ણય પાછો લઈ લીધો છે. તેમને ના પાડવી મારા માટે મુશ્કેલ હતું.

તમિમે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમીમ ભાવુક થઈ ગયો હતો. તે આંસુ રોકી શક્યો નહોતો. તમિમે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે નિવૃત્તિનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. હું મારા પરિવાર સાથે આ વિશે વાત કરી રહ્યો હતો. મેં મારું 100 ટકા આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, તમિમ બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 241 વનડે રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 8313 રન બનાવ્યા હતા. તમીમ ટીમ માટે સૌથી વધુ વનડે રન બનાવનાર બેટ્સમેન છે. તેણે આ ફોર્મેટમાં 14 સદી અને 56 અડધી સદી ફટકારી છે. તેણે ટીમ માટે 78 ટી20 મેચ રમી છે જેમાં તેણે 1758 રન બનાવ્યા છે. તમીમ 70 ટેસ્ટ મેચ પણ રમ્યો છે જેમાં તેણે 5134 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં બેવડી સદી પણ ફટકારી હતી. તેણે 10 સદી અને 31 અડધી સદી ફટકારી છે.

ભારત અને પાકિસ્તાન મેચ પર બાબર આઝમે તોડ્યું મૌન

બાબર આઝમે કહ્યું હતું કે  'અમે વર્લ્ડ કપમાં માત્ર ભારત સામે રમવાનું અને જીતવાનું વિચારી રહ્યા નથી. જો અમારે આઈસીસીનું ટાઇટલ જીતવું હોય તો અમારે દરેક મેચમાં સારો દેખાવ કરવો પડશે, અમે તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે માત્ર ભારત સામે નહીં પણ ભારતમાં વર્લ્ડ કપ રમવાના છીએ. પાકિસ્તાન ICC ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ કરે તેવી અપેક્ષા છે, જોકે તેઓ વર્લ્ડકપમાં રમશે કે નહીં તેનો તમામ આધાર સરકારની મંજૂરી પર છે. બાબરે કહ્યું કે ખેલાડીઓ સતત વર્લ્ડકપની તૈયારી કરી રહ્યા છે. બાબરનું માનવું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં ચાલી રહેલી ઉથલપાથલથી ICC ODI વર્લ્ડ કપ અને તેની પહેલાની શ્રેણીમાં રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનને અસર થશે નહીં.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Spain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલJ&K Encounter:અઢી વર્ષ બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, જુઓ LIVE અપડેટ્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget