શોધખોળ કરો

World Cup 2023: 'મારી તબિયત સારી નથી...', વર્લ્ડકપમાં રમી રહેલા આ સ્ટાર બેટ્સમેનને થઈ જીવલેણ બીમારી, ખુદ કર્યો ખુલાસો

World Cup 2023: વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા એવી ટીમો છે જેમણે ટોપ-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

Vertigo Disease:  વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા એવી ટીમો છે જેમણે ટોપ-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે જ્યારે વધુ બે ટીમો ટૂંક સમયમાં ત્યાં આવશે. આ પણ ટૂંક સમયમાં ખબર પડશે. આ દરમિયાન ટૂર્નામેન્ટમાં રમી રહેલો એક શક્તિશાળી બેટ્સમેન ખતરનાક બીમારીનો શિકાર બન્યો છે. આ બેટ્સમેને પોતે આવનારી મહત્વપૂર્ણ મેચો પહેલા આ વાતનો ખુલાસો કર્યો છે. આ ખેલાડીએ એકલા હાથે ટીમ માટે ઘણી મેચો જીતી છે.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) મહત્વની મેચો પહેલા એક જીવલેણ બીમારીનો શિકાર બન્યો છે. આ સ્ટાર ખેલાડીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. તે જે બીમારીથી પીડિત છે તેનું નામ વર્ટિગો છે. અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા આ વાતનો ખુલાસો કરતા સ્મિથે કહ્યું, 'છેલ્લા એક-બે દિવસથી હું ચક્કર આવવા જેવી સમસ્યાનો સામનો કરી રહ્યો છું. આશા છે કે હું જલ્દી સાજો થઈ જાઉં. મને લાગે છે કે હું ઠીક થઈશ. હાલ મારી તબિયત સારી નથી.’

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની આગામી ટક્કર અફઘાનિસ્તાન સાથે છે. જોકે, સ્મિથે આ મેચમાં રમવા અંગે કંઈ કહ્યું નથી. સ્મિથે કહ્યું, 'મને લાગે છે કે હું ઠીક થઈશ. આ બિલકુલ સારી લાગણી નથી. કે આ કોઈ મજાક નથી. તમને જણાવી દઈએ કે જો સ્મિથ આગામી મેચોમાંથી બહાર રહે છે તો તે ટીમ માટે મોટો ઝટકો હશે. ગ્લેન મેક્સવેલ ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે મિશેલ માર્શ અંગત કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. તેના ભારત પરત ફરવા અંગે કોઈ અપડેટ સામે આવ્યું નથી.

વર્ટિગો શું છે?

વર્ટિગો (vertigo) એક એવો રોગ છે જેમાં વ્યક્તિ અચાનક અસ્વસ્થતા અનુભવવા લાગે છે અને ચક્કર આવવા લાગે છે. ઘણી વખત અચાનક પડી જવાની સ્થિતિ પણ સર્જાય છે, જેના કારણે ફ્રેક્ચર થવાનું જોખમ રહે છે. વર્ટિગોથી પીડાતા લોકો મોટે ભાગે ઘરે જ રહેવાનું પસંદ કરે છે.

વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની અત્યાર સુધીની સફરની વાત કરીએ તો, ટીમ 7માંથી 5 મેચ જીતીને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ટીમ સેમીફાઈનલમાં પ્રવેશવાથી માત્ર એક ડગલું દૂર છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા ટોપ-4માં સ્થાન મેળવનારી ત્રીજી ટીમ બની જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video

નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....

દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ

અંબાલાલ પટેલની આગાહીઃ 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે

આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે! પરેશ ગોસ્વામીએ ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી

'અમને ખબર નથી, પાકિસ્તાનને પૂછો': ઓપરેશન સિંદૂર દરમિયાન F-16 ફાઇટર જેટ ગુમાવવા પર અમેરિકાનું નિવેદન

Embed widget