ટીમ ઇન્ડિયા બાદ હવે IPLમાંથી પણ ખત્મ થઈ શકે છે આ ખેલાડીની કારકિર્દી ! નહીં મળે તક ?
IPL 2021 માં KKR સામેની મેચમાં ફરી એક વખત સિનિયર વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ કંઈ ખાસ પ્રદર્શન ન કર્યું.
નવી દિલ્હી: IPL 2021 ટુર્નામેન્ટમાં ઘણા એવા ક્રિકેટરો છે જેમણે પોતાને સાબિત કર્યા છે અને ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન પાક્કું કરી દીધું છે. જોકે કેટલાક ખેલાડીઓ એવા છે જેમની કારકિર્દીનો અંત આવી રહ્યો છે.
આ ખેલાડી IPL માં સતત ફ્લોપ
IPL 2021 માં KKR સામેની મેચમાં ફરી એક વખત સિનિયર વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ કંઈ ખાસ પ્રદર્શન ન કર્યું. સાહા ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. એટલું જ નહીં, આ આખી સિઝનમાં તે કંઈ ખાસ કરી શક્યો નથી. તેણે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે જેમાં તેણે 119 રન બનાવ્યા છે. તેની સતત નિષ્ફળતા તેની કારકિર્દી પર સવાલ ઉઠાવી રહી છે. પંતે ટીમ ઈન્ડિયામાંથી તેનું પત્તું લગભગ કાપી નાખ્યું છે ત્યારે હવે આઈપીએલમાં તેનું ખરાબ પ્રદર્શન પણ તેને આઈપીએલમાંથી બાકાત કરી શકે છે.
રિદ્ધિમાન સાહા
સિનિયર વિકેટકીપર રિદ્ધિમાન સાહાની ટેસ્ટ કારકિર્દી પણ પંતના કારણે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ સાહા સતત ટીમમાં વિકેટકીપર તરીકે રમતા હતા. પરંતુ જલદી જ પંતે ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું, ત્યાર બાદ સાહાને ઘણી ઓછી તકો મળી. હવે રિદ્ધિમાન સાહા માટે ફરી ટીમ ઇન્ડિયામાં તક મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. વાસ્તવમાં હવે સાહા ફરીથી ટીમમાં ત્યારે જ દેખાઈ શકે છે જ્યારે રિષભ પંત ઈજાને કારણે બહાર હોય. સાહા હાલ 36 વર્ષના છે અને આ ઉંમરે ઘણા ક્રિકેટરો નિવૃત્તિ લેવાનું મન બનાવી લે છે. આવી સ્થિતિમાં સાહા ગમે ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.
પંતે આ ખેલાડીની કારકિર્દીનો અંત લાવ્યો
સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે તેની શાનદાર રમતના આધારે લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. પરંતુ તેના કારણે એક એવો ખેલાડી પણ છે જેની કારકિર્દી પંતના કારણે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. આ ક્રિકેટરનું નામ છે રિદ્ધિમાન સાહા. ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ સાહા સતત ટીમમાં વિકેટકીપર તરીકે રમતા હતા. પરંતુ જલદી જ પંતે ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું, ત્યાર બાદ સાહાને ઘણી ઓછી તકો મળી.
શાનદાર ખેલાડી છે પંત
રિષભ પંત સર્વકાલીન શ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેનોમાંથી એક છે. કોઈપણ ફોર્મેટમાં, પંત તેની ઝડપી બેટિંગથી રમતનો માર્ગ બદલી નાખે છે. વર્ષની શરૂઆતમાં તેણે બતાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી જીતમાં તે ટીમ માટે કેટલો મહત્વનો છે. આવી સ્થિતિમાં કોઈ પણ પંતને લાંબા સમય સુધી ટીમની બહાર કાઢી શકશે નહીં.