વોર્નરે મેદાન પર ચારે બાજુ શોટ્સ ફટકાર્યા હતા. તેણે 130 રનની ઇનિંગમાં 18 સિક્સ ફટકારી હતી.
2/5
કેનેડામાં યોજાનારી ગ્લોબલ ટી-20 લીગમાં ડેવિડ વોર્નર તેના બેટથી ધમાલ મચાવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
3/5
સિડનીઃ બોલ ટેમ્પરિંગ કાંડમાં ફસાયા બાદ એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનરે ડેવિડ વોર્નરે દમદામ વાપસી કરી છે. આશરે ત્રણ મહિના ક્રિકેટથી દૂર રહ્યા બાદ મેદાન પર રમવા પહોંચેલા વોર્નરે ધમાકેદાર ઇનિંગ રમી હતી.
4/5
વોર્નરે બ્રિસબેનના ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા નેશનલ હાઇ પરફોર્મન્સ ટીમ સામે ટી-20 પ્રેક્ટિસ મેચમાં શાનદાર સદી ફટકારીને તેના ફોર્મનો પરિચય આપ્યો હતો. વોર્નરની બેટિંગ જોઈ તે ક્રિકેટથી દૂર થયો હોય તેમ લાગતું નહોતું.
5/5
ડેઈલી મેલ ઓનલાઇનના રિપોર્ટ મુજબ વોર્નરે મેચ બાદ વિરોધી ખેલાડીઓને ટિપ્સ આપી. વોર્નરની આ ઇનિંગ જોઈ તેના ફેન્સ ખુશ થઈ ગયા હતા.