આ દિગ્ગજ ખેલાડી પોતાની ગર્લફ્રેન્ડને દરમહિને ખર્ચો પુરો કરવા માટે આપે છે 82 લાખ રૂપિયા, બન્ને જીવે છે લક્ઝરી લાઇફ
તાજેતરમાં જ જૉર્જિયા રોડ્રિગેજ પર બનેલી ડૉક્યૂમેન્ટ્રી 'I Am Georgina' માં તેની જિંદગીના તમામ પાસા પર વાત કરવામા આવી છે.
નવી દિલ્હીઃ જાણીતા ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ની ગણતરી દુનિયામાં સૌથી અમીર ખેલાડીઓમાં થાય છે. તે સ્પોર્ટ્સ ઉપરાંત પર્સનલ લાઇફના કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે. આ વખતે તે પોતાની ગર્લફ્રેન્ડ જૉર્જિયા રોડ્રિગેજ (Georgina Rodriguez) ને લઇને ચર્ચામાં છે. એક રિપોર્ટ અનુસાર, રોનાલ્ડો પોતાની ગર્લફ્રેન્ડને ખર્ચા પુરા કરવા માટે દર મહિને 80 લાખ રૂપિયાથી વધુ આપે છે. બ્રિટિશ મીડિયાએ ગર્લફ્રેન્ડને આપવામાં આવતા પૈસાને 'સેલેરી' જેવા ગણાવ્યા છે.
El Nacional અનુસાર, જૉર્જિયા રોડ્રિગેજએ પ્રતિ માહ 83,000 પાઉન્ડ (82 લાખ રૂપિયાથી વધુ)ની રકમ 'બાળકોની દેખરેખ અને અન્ય ખર્ચ' માટે આપવામાં આવે છે, આ પહેલા રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જૉર્જિયા રોડ્રિગેજે દોઢ કરોડની એક કાર ગિફ્ટ કરી હતી. રોનાલ્ડો અને જૉર્જિયા રોડ્રિગેજ લક્ઝરી લાઇફ જીવે છે. આની ઝલક જૉર્જિયા રોડ્રિગેજના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી જોવા મળી રહી છે, જૉર્જિયા રોડ્રિગેજ અને રોનાલ્ડો 2017 થી એકસાથે છે.
ઉલ્લેખનીય છે કે જૉર્જિયા રોડ્રિગેજ એક મૉડલ છે, તે કેટલીય બ્રાન્ડ્સની જાહેરખબરમાં દેખાઇ ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 36 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેની એક એક તસવીર પર લાખોની સંખ્યામાં લોકો લાઇક અને કૉમેન્ટ્સ આપે છે.
View this post on Instagram
તાજેતરમાં જ જૉર્જિયા રોડ્રિગેજ પર બનેલી ડૉક્યૂમેન્ટ્રી 'I Am Georgina' માં તેની જિંદગીના તમામ પાસા પર વાત કરવામા આવી છે.
View this post on Instagram
'ધ મિરર'ના રિપોર્ટ અનુસાર, એકસમયે સ્ટૉરમાં કામ કરનારી જૉર્જિયા રોડ્રિગેજની જિંદગી રોનાલ્ડોની સાથે આવ્યા બાદ પુરેપુરી બદલાઇ ગઇ. જૉર્જિયા રોડ્રિગેજ 48 કરોડના આલિશાન મહેલમાં રહે છે. 55 કરોડના Yachtમાં સફર કરે છે. સાથે જ Bugatti, Rolls-Royces અને Ferrari જેવી લક્ઝરી કારોમાં ફરવા જાય છે.
તેના મહેલમાં સ્વિમિંગ પૂલ, જિમ અને ફૂટબૉલ ગ્રાઉન્ડ પણ છે. રિપોર્ટ અનુસાર, હવાઇ સફર માટે તે પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram