શોધખોળ કરો
ભારતના આ બેટ્સમેને કરી 310ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ, બની ગયો વર્લ્ડ રેકોર્ડ......
ઉમેશે તાબડતોડ 5 છગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા, આ રન માત્ર 10 બૉલમાં જ બનાવ્યા હતા. જેના કારણે ઉમેશ યાદવની સ્ટ્રાઇક રેટ 310એ પહોંચી હતી
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રાંચીમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે, ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે. પહેલી બેટિંગ કરતાં ભારતે 9 વિકેટ ગુમાવીને 497 રને પ્રથમ ઇનિંગ ડિક કરી હતી. જોકે, ભારતીય ટીમની બેટિંગ દરમિયાન એક ખાસ રેકોર્ડ પણ નોંધાય છે, જે સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરવાનો છે.
ખરેખરમાં, જ્યારે ભારતીય ટીમ પોતાના અંતિમ બેટ્સમેનો સાથે રમી રહી હતી ત્યારે નવમા નંબરે બેટિંગ કરવા ઉતરેલા ઉમેશ યાદવે સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
નવમા નંબરે બેટિંગ કરવા આવેલા ઉમેશે તાબડતોડ 5 છગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા, આ રન માત્ર 10 બૉલમાં જ બનાવ્યા હતા. જેના કારણે ઉમેશ યાદવની સ્ટ્રાઇક રેટ 310એ પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, 310ની સ્ટ્રાઇક રેટથી હજુ સુધી ટેસ્ટમાં કોઇપણ ખેલાડીઓ બેટિંગ નથી કરી, આ સાથે જ ઉમેશ યાદવના નામે સૌથી વધુ સ્ટ્રાઇક રેટ (310) થી બેટિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement