Indonesia Open 2022: HS Prannoyએ શાનદાર પ્રદર્શન કરતા હોંગકોંગના ખેલાડીને હરાવ્યો, ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન
ભારતીય બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણયે શાનદાર પ્રદર્શન કરીને ઇન્ડોનેશિયા ઓપન 2022ની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે
HS Prannoy Indonesia Open 2022: ભારતીય બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણયે શાનદાર પ્રદર્શન કરીને ઇન્ડોનેશિયા ઓપન 2022ની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેણે હોંગકોંગના ખેલાડી Angus NG Ka Longને હરાવ્યો હતો. પ્રણયે 21-11 અને 21-18થી જીત મેળવી હતી. આ જીત સાથે તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.
Come onnnn !
— PRANNOY HS (@PRANNOYHSPRI) June 16, 2022
Quarterfinals tomorrow at the Indonesia Open 🇮🇩
Steady game today and happy to seal the victory in 2 straight sets !
Let’s go again tomorrow night Istoraaa❤️👌#IndonesiaOpen2022 #Indonesia #istora pic.twitter.com/d8VPxsRtzx
પ્રણયે હોંગકોંગના ખેલાડી સામેની મેચમાં સારી શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે પોતાની લય જાળવી રાખી હતી. પ્રણયે આ મેચ 21-11 21-18થી જીતી હતી. ત્યાર બાદ તે ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કના Rasmus Gemke અથવા ફ્રાન્સના Brice Leverdez સામે રમશે. અન્ય એક મેચમાં ભારતીય ખેલાડી સમીર વર્મા વિશ્વના પાંચમા નંબરના ખેલાડી લી ઝી જિયા સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. સમીરને લીએ 21-10, 21-13થી હરાવ્યો હતો. લી સામે સાત મેચમાં સમીરની આ પાંચમી હાર હતી. અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડી પણ ટોચના ક્રમાંકિત ચેન કિંગ ચેન અને જિયા યી ફાન સામે 16-21, 13-21થી હાર્યા બાદ બહાર થઈ ગયા હતા. એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાની જોડી ચીનના લિયે યુ ચેન અને યૂ શુયાન સામે 19-21, 15-21થી હારી ગઈ હતી. મેન્સ સિંગલ્સમાં પ્રણયે પ્રથમ હાફમાં પ્રભુત્વ જમાવીને 11-3ની સરસાઈ મેળવી હતી.