શોધખોળ કરો
IPL 2020: દિલ્હીના આ બોલરે રચ્યો ઈતિહાસ, લીગના ઈતિહાસનો ફેંક્યો સૌથી ફાસ્ટ બોલ
IPL 2020ની 30મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 13 રને હરાવ્યું હતું.
![IPL 2020: દિલ્હીના આ બોલરે રચ્યો ઈતિહાસ, લીગના ઈતિહાસનો ફેંક્યો સૌથી ફાસ્ટ બોલ IPL 2020: Delhi Capitals bowler Anrich Nortje fastest ball of league IPL 2020: દિલ્હીના આ બોલરે રચ્યો ઈતિહાસ, લીગના ઈતિહાસનો ફેંક્યો સૌથી ફાસ્ટ બોલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/15091009/nortje.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીર સૌજન્યઃ IPL ટ્વિટર)
IPL 2020ની 30મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 13 રને હરાવ્યું હતું. 162 રનનો પીછો કરતા રાજસ્થાન 20 ઓવરમાં 8 વિકેટે 148 રન જ કરી શક્યું હતું. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર એનરિચ નોર્તજેએ વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. નોર્તજેએ 156.2 KM/hrની સ્પીડથી બોલ ફેંકીને રેકોર્ડ સર્જય હતો. નોર્તજેને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
નોર્તજેએ ત્રીજી ઓવરનો પાંચમો બોલ 156.22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. જોસ બટલકે આ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જે બાદ પણ તેણે સ્પીડ ન ઘટાડી. તેણે આ પછીનો બોલ 155.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકીને બટલરને બોલ્ડ કર્યો હતો.
નોર્તજેની તે ઓવરની ત્રણ બોલ આઈપીએલના ઈતિહાસની સૌથી ત્રણ ફાસ્ટ બોલમાં નોંધાઈ ગઈ છે. આ જ ઓવરમાં તેણે 154.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.
IPLના ઈતિહાસના પાંચ સૌથી ઝડપી બોલ
એનરિચ નોર્તજેઃ 156.2 KM/hr
એનરિચ નોર્તજેઃ 155.2 KM/hr
એનરિચ નોર્તજેઃ 154.7 KM/hr
ડેલ સ્ટેનઃ 154.4 KM/hr
કગિસો રબાડાઃ 154.2 KM/hr
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કઈ બેઠક પર કોની કોની થશે ટક્કર, જુઓ લિસ્ટ
કોરોનાનો કહેર વધતાં આ દેશે પબ્લિક હેલ્થ ઈમરજન્સીની કરી જાહેરાત, જાણો વિગત
ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વરસાદ તૂટી પડશે, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)