IPL 2022, KKR vs GT: KKR નો આ વિસ્ફોટક ખેલાડી આઉટ થતાં જ ખુશીથી નાચવા લાગી હાર્દિક પંડ્યાની પત્ની Natasa Stankovic, જુઓ વીડિયો
KKR vs GT: આ મેચ દરમિયાન નતાશા સ્ટેનકોવિક ગુજરાતની ટીમને સપોર્ટ કરવા આવી હતી. જ્યારે KKRના ઓપનર સુનીલ નારાયણને શમીએ આઉટ કર્યો ત્યારે નતાશા ખુશીથી ઉછળી પડી હતી.
IPL 2022, GT vs KKR: IPL 15માં ગુજરાત ટાઇટન્સ ટીમનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. ટીમે અત્યાર સુધી 6 મેચમાં જીત મેળવી છે. આ માટે, ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. શનિવારે ગુજરાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પણ જીત મેળવી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક પણ હાજર હતી.
નતાશા સ્ટેનકોવિક ડાન્સ કરતી જોવા મળી
આ મેચ દરમિયાન નતાશા સ્ટેનકોવિક ગુજરાતની ટીમને સપોર્ટ કરવા આવી હતી. જ્યારે KKRના ઓપનર સુનીલ નારાયણને શમીએ આઉટ કર્યો ત્યારે નતાશા ખુશીથી ઉછળી પડી હતી. આ દરમિયાન તે પોતાની સીટ પર જ ડાન્સ કરવા લાગી હતી. તેનો આ ડાન્સ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Here's is the heart winning celebration of @Natasa_Official for His Hubby's team success in yesterday's match when GT took the wicket . Miss #Dhanashree should learn from Natasa that how to celebrate Hubby's success . Queen #NatasaStankovic won my heart yesterday . 💓 pic.twitter.com/zlQBDT5Nd5
— 𝐇𝐚𝐫𝐬𝐡𝐚 𝐆𝐮𝐩𝐭𝐚 🕊 (@the_Harsha18) April 24, 2022
આ મેચમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર બોલિંગ પ્રદર્શન સાથે શનિવારે ડો.ડી.વાય.પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી IPL 2022ની રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 8 રનથી હરાવ્યું હતું. આ જીતથી ગુજરાત ફરીથી પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. ગુજરાતના 156 રનના જવાબમાં કોલકાતાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 148 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી આન્દ્રે રસેલ (48) અને રિંકુ સિંહે (35) સૌથી વધુ રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ
IPL 2022 Point Table: આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટોચ પર, ઓરેન્જ-પર્પલ કેપ પર રાજસ્થાનનું વર્ચસ્વ
વર્લ્ડકપ પહેલા ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આ તારીખથી રમાશે ટી20 સીરીઝ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ