આઇપીએલમાં આજે પંજાબ સામે ગુજરાતની ટક્કર, જાણો કેવા છે રેકોર્ડ ને કેવી હશે પ્લેઇંગ ઇલેવન
ગુજરાતની આગેવાની હાર્દિક પંડ્યા કરી રહ્યો છે, તો પંજાબની કમાન મયંક અગ્રવાલના હાથમાં છે.
PBKS vs GT: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે શુક્રવારે સિઝન 15ની 16મી મેચ રમાશે. આજે પંજાબ કિંગ્સ (PBKS) ની ટક્કર ગુજરાત ટાઇટન્સ (GT) સામે થશે. આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં બન્ને ટીમો પહેલીવાર આમને સામને થશે. ગુજરાતની આગેવાની હાર્દિક પંડ્યા કરી રહ્યો છે, તો પંજાબની કમાન મયંક અગ્રવાલના હાથમાં છે.
શું કહે છે પીચ રિપોર્ટ -
બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બૉલરો અને બેટ્સમેનો બન્નેને મદદ કરે છે. આ મેદાન પર ભેજ એક મુખ્ય ફેક્ટર રહેવાનુ છે. મેદાન પર બાઉન્ડ્રી નાની છે, અને આઉટફિલ્ડ ફાસ્ટ છે. એટલે સંભાવના છે કે મોટો સ્કૉર બની શકે. આ પીચ પર રન ચેઝ કરનારી ટીમનો રેકોર્ડ સારો છે, અહીં ચેઝ માટે 60 ટકા જીત નક્કી છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન -
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંસ્ટૉન, શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, જિતેશ શર્મા (વિકેટકીપર), રાહુલ ચાહર, કગિસો રબાડા, અર્શદીપ સિંહ, વૈભવ અરોડા.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
શુભમન ગિલ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), વિજય શંકર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, વરુણ એરોન, લૉકૂ ફર્ગ્યૂસન, મોહમ્મદ શમી.
આ પણ વાંચો.........
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
મોંઘવારીનો માર! અમુલ બાદ આ ડેરીએ વધાર્યા છાસના ભાવ
રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં બે વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી
ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર આપશે મોટી ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી