શોધખોળ કરો

IPL 2023: વિરાટ કોહલીએ આઇપીએલમાં રચ્યો ઇતિહાસ, એક મેદાન પર 2500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો

વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 20મી મેચમાં ઈતિહાસ રચ્યો હતો

Virat Kohli IPL Record: વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 20મી મેચમાં ઈતિહાસ રચ્યો હતો. બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તેણે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી હતી. વિરાટ કોહલી આઇપીએલના ઈતિહાસમાં કોઈપણ એક મેદાન પર 2500 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન છે. વિરાટ કોહલીએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ કરિશ્મા કર્યો હતો.  તેણે દિલ્હી સામેની મેચમાં 11 રન બનાવતાની સાથે જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. 15 એપ્રિલની મેચમાં તેણે દિલ્હી સામે બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન કિંગ કોહલીએ 34 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

એક સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે આ રેકોર્ડ વર્ષ 2016માં બનાવ્યો હતો. ત્યારબાદ વિરાટે સમગ્ર સીઝનમાં ધમાકેદાર બેટિંગ કરતા 973 રન બનાવ્યા હતા. IPLમાં તેના આ રેકોર્ડની આસપાસ વિશ્વનો કોઈ બેટ્સમેન નથી. તે વર્ષે વિરાટ કોહલીએ આઇપીએલમાં 4 સદી અને 7 અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 113 રન હતો.

આઈપીએલમાં સૌથી વધુ રન

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે 227 મેચની 219 ઈનિંગમાં 6838 રન બનાવ્યા છે. IPLમાં તેના નામે 5 સદી અને 47 અડધી સદી છે. હવે તેની નજર IPLમાં 7000 રન પૂરા કરવા પર છે. વિરાટ કોહલી હાલમાં IPLમાં જે રીતે રમી રહ્યો છે તે જોતા તે આગામી કેટલીક મેચોમાં સાત હજાર રનનો આંકડો પૂરો કરશે. બીજી તરફ જો આઈપીએલ 2023ની વાત કરીએ તો વિરાટનું શાનદાર ફોર્મ યથાવત છે. તેણે અત્યાર સુધી ચાર મેચમાં 214 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે. હવે વિરાટ પણ ઓરેન્જ કેપની રેસમાં જોડાઈ ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 

Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર

metaverse

વિડિઓઝ

Tapi Rain | ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ વીડિયોમાંPatan Rain | થોડાક જ વરસાદમાં પાટણ થયું પાણી પાણી... જુઓ જળબંબાકારના દ્રશ્યોHun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 

શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 

પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?

Embed widget