IPL 2024 Auction: જાણો કોણ છે 20 વર્ષનો સમીર રિઝવી, જેને ધોનીની ટીમે 8.40 કરોડ જેટલી મોટી રકમમાં ખરીદ્યો, શું છે તેનો રેકોર્ડ ?
ધોનીની ટીમ સીએસકેએ આ મિની ઓક્શનમાં યુવા ખેલાડી અને વિસ્ફોટક બેટ્સમેન સમીર રિઝવી પર મોટી બોલી લગાવી છે.
IPL 2024 Auction: આજે દુબઇમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટેનું મિની ઓક્શન ચાલી રહ્યું છે. આજે કેકેઆરે આઇપીએલ ઇતિહાસના તમામ રેકોર્ડ તોડીને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદી લીધો છે. આ એક ઐતિહાસિક બોલી તરીકે નોટ થઇ ગઇ છે. પરંતુ આ બધાની વચ્ચે અનકેપ્ડ અને યુવા ખેલાડીઓ પર પણ બોલી લગાવાઇ રહી છે.
સમીર રિઝવી પર લાગ્યો મોટો દાંવ
ધોનીની ટીમ સીએસકેએ આ મિની ઓક્શનમાં યુવા ખેલાડી અને વિસ્ફોટક બેટ્સમેન સમીર રિઝવી પર મોટી બોલી લગાવી છે. 20 વર્ષનો સમીર રિઝવી IPL 2024ની હરાજીમાં અમીર બન્યો હતો. સમીર રિઝવીને ચેન્નાઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો. સમીર ખૂબ જ વિસ્ફોટક બેટિંગ કરે છે.
જાણો કોણ છે સમીર રિઝવી
આજે આઇપીએલ 2024ની મિની ઓક્શન ચાલી રહી છે, આ બધાની વચ્ચે તમામ ટીમોને ભારતીય ટીમના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓની જરૂર હતી. આ દરમિયાન અનકેપ્ડ કેટેગરીમાં પણ કેટલાય એવા પ્રતિભાશાળી ઓલરાઉન્ડર છે. મેરઠના આવા જ એક ખેલાડી સમીર રિઝવી છે, જે જમણા હાથના બેટ્સમેન અને જમણા હાથનો ધાતક ઓફ સ્પિનર છે. તેના પર સીએસકેની નજર પહેલાથી જ હતી અને આજની હરાજીમાં ચેન્નાઇએ મસમોટી બોલી લગાવીને તેને પોતાના ખાતામાં લઇ લીધો છે. સીએસકેએકે સમીર રિઝવીને 8.40 કરોડમાં ખરીદી લીધો છે.
જાણો સમીર રિઝવીનો અત્યારે સુધીનો કેવો રહ્યો છે રેકોર્ડ
ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) ડૉમેસ્ટિક લીગમાં રાજ્યના ક્રિકેટરો સામેલ થયા હતા. આવી સ્થિતિમાં મેરઠના રહેવાસી રિઝવીએ કાનપુર સુપરસ્ટાર તરફથી રમતા લીગમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે ગોરખપુર લાયન્સ સામે 49 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સમીર રિઝવી આ તાબડતોડ અને ફાસ્ટ સદીના કારણે ચર્ચામાં આવ્યો હતો.
રિઝવીએ મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી ચેમ્પિયનશીપમાં ઉત્તર પ્રદેશની ટ્રોફી જીતી હતી. ટીમે ફાઇનલમાં ઉત્તરાખંડને હરાવી રાજ્ય માટે ટ્રોફી જીતી હતી. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા તેણે 50 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી.
ખાસ વાત છે કે, રિંકુ સિંહે ઉત્તર પ્રદેશ માટે ડેબ્યૂ વખતે રિઝવીને કેપ આપી હતી. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ ફરી એકવાર આઈપીએલ 2024ની હરાજીમાં ખેલાડીને ખરીદીને રિંકુ સાથે જોડાઈ શકે છે. બંને યુપીના ખેલાડીઓ એકસાથે જોવા મળી શકે છે.
રિઝવી અંડર-19 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત તરફથી રમી ચૂક્યો છે. આવી સ્થિતિમાં રિઝવી પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પણ અનુભવ છે. આ દરમિયાન જો તેને IPLમાં રમવાની તક મળે છે તો તે જલ્દી જ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ પણ કરી શકે છે.
ટી20માં રિઝવીનો રેકોર્ડ ખાસ છે. તે લગભગ 50ની એવરેજ અને 135ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરે છે. તેણે 11 મેચમાં 2 અડધી સદીની મદદથી 295 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં તેનો સ્ટ્રાઈક રેટ આઈપીએલમાં હરાજી કરનારાઓને આકર્ષી શકે છે.