GT vs PBKS IPL 2025: ગુજરાત-પંજાબ મેચ માટે પ્લેઈંગ ઈલેવન લગભગ નક્કી! આ ખેલાડીઓને મળી શકે છે તક
IPL 2025માં ગુજરાત ટાઇટન્સની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે છે. આ મેચ મંગળવારે અમદાવાદમાં રમાશે.

Gujarat Titans vs Punjab Kings IPL 2025: IPL 2025માં ગુજરાત ટાઇટન્સની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે છે. આ મેચ મંગળવારે અમદાવાદમાં રમાશે. શુભમન ગીલની કેપ્ટનશીપવાળી ટીમ ગુજરાત માટે જોસ બટલર ઓપનિંગ કરવા આવી શકે છે. બીજી તરફ પંજાબ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. પ્રભસિમરન સિંહ પંજાબ માટે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. આ મુકાબલામાં બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. શુભમન ગીલ અમદાવાદની પીચ પર ખૂબ સારા રન બનાવે છે.
જો આપણે હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો, ગુજરાત ટાઇટન્સનો હાથ ઉપર છે. ગુજરાત અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતે 3 મેચ જીતી છે. જ્યારે પંજાબે 2 મેચ જીતી છે. 2022માં ગુજરાત અને પંજાબ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. ગુજરાતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. જ્યારે પંજાબે આ જ સિઝનની આગામી મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
જો ગુજરાતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો બટલર અને ગિલની સાથે ગ્લેન ફિલિપ્સનું સ્થાન લગભગ નિશ્ચિત છે. રાહુલ તેવટિયા અને રાશિદ ખાન પણ મેદાનમાં ઉતરી શકે છે. પંજાબની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો તેમાં ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઈનિસનું સ્થાન નિશ્ચિત છે. હરપ્રીત બ્રાર, લોકી ફર્ગ્યુસન અને યુઝવેન્દ્ર ચહલ પણ મેદાનમાં ઉતરી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં અર્શદીપ સિંહનું સ્થાન લગભગ નિશ્ચિત છે. અર્શદીપનો અત્યાર સુધી સારો રેકોર્ડ રહ્યો છે.
ગુજરાત-પંજાબ મેચ માટે સંભવિત 12 ખેલાડીઓ -
ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
પંજાબ કિંગ્સ: શ્રેયસ અય્યર, પ્રભસિમરન સિંઘ, પ્રિયાંશ આર્ય, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંઘ, નેહલ વઢેરા/સૂર્યાંશ શેગડે, માર્કો જાનસેન, હરપ્રીત બ્રાર, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
