આ દરમિયાન તેણે MBA પણ કર્યું અને અનેક રિયલ એસ્ટેટ ફર્મ્સ સાથે કામ કર્યું. નિમરત કૌરને કેડબરીની એડમાં જોવામાં આવી અને આ વિજ્ઞાપન દ્વારા તેને ઓળખ મળી. આ પહેલા તે અનુરાગ કશ્યપની ફિલ્મ પેડલર્સમાં કામ કરી ચુકી હતી અને લોકોને તેનો અભિનય પસંદ પડ્યો હતો.
2/6
નિમરતના પિતા સેનામાં હતા અને કાશ્મીરમાં આતંકીઓ દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવી હતી. પટિયાલામાં રહેતી નિમરત અને તેનો પરિવાર આ ઘટના બાદ નોઇડા આવી ગયો અને અહીંયાથી નિમરત એક્ટિંગમાં કરિયર અજમાવવા મુંબઈ જતી રહી.
3/6
વર્ષ 2013માં ઈરફાન ખાન સાથે આવેલી ફિલ્મ ધ લંચબોક્સથી ચર્ચામાં આવેલી નિમરત કૌર બોલીવુડમાં ઘણા લાંબા સમયથી સક્રિય રહી છે. પહેલા તે પ્રિન્ટ મોડલિંગ કરતી હતી અને જે બાદ તેણે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું હતું. પ્રથમ ફિલ્મ મળવામાં તેને ઘણો સમય લાગ્યો હતો.
4/6
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બાદ હવે વધુ એક જોડી વચ્ચે અફેરની ચર્ચા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી એક્ટ્રેસ નિમરત કૌર સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલ છે.
5/6
ફિલ્મ ધ લંચબોક્સ નિમરત કૌર માટે મોટો બ્રેક સાબિત થયો. 2016માં અક્ષય કુમાર સાથે તેણે ‘એરલિફ્ટ’માં કામ કર્યું. ફિલ્મની સફળતાનો શ્રેય અક્ષયને મળ્યો પરંતુ નિમરતના કામની નોંધ લેવામાં આવી. આ ફિલ્મ બાદ તે બાલાજી ફિલ્મ્સના એક વેબ શો ‘ધ ટેસ્ટ કેસ’નો હિસ્સો બની અને તેમાં તેણે આર્મી ઓફિસરનો રોલ કર્યો.
6/6
ટીમ ઈન્ડિયાનો કોચ શાસ્ત્રી હાલ 56 વર્ષનો છે. 1990માં તેણે રિતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. રવિને એક દીકરી પણ છે. શાસ્ત્રીએ 2012માં 22 વર્ષના લગ્ન જીવન બાદ રિતુ સિંહ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. રવિ શાસ્ત્રીનું નામ આ પહેલા અમૃતા સિંહ સાથે પણ જોડાઈ ચુક્યું છે. 80ના દાયકામાં રવિએ તેની સાથે ડેટ કરી હોવાનું માનવામાં આવે છે. 36 વર્ષીય નિમરત કૌર હજુ સુધી સિંગલ છે. શાસ્ત્રી અને નિમરત છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમની પ્રથમ મુલાકાત 2015માં જર્મનીની કાર કંપનીની લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન થઈ હતી.