શોધખોળ કરો
ધોનીને એમ જ નથી કહેવાતો ટી-20નો બાદશાહ, 14 વર્ષમાં 13 ટ્રૉફી પર જમાવ્યો છે કબજો, જાણો વિગતે

1/9

ધોની માટે 7 નો સંયોગ મહત્વનોઃ- 1. 27 તારીખ, જે રાત્રે ધોનીએ આ વખતે ટાઇટલ જીત્યું, 2. 27-5-2018 ના કુલ આંકડાનો યોગ પણ અંતમાં 7 થાય છે. 3. ધોનીની જર્સી નંબર-7, 4. 7મી વાર ચેન્નાઇ ફાઇનલમાં પહોંચી હતી, 5. ધોનીએ 7મી વાર ટી-20 ટૂર્નામેન્ટ જીતી, 6. ચેન્નાઇ 7 વર્ષ બાદ ફરીથી ચેમ્પિયન બની, 7. રવિવારે મેચ હતી, જે અઠવાડિયાનો છેલ્લો અને 7 મો દિવસ હોય છે.
2/9

કેપ્ટન ધોનીએ ક્રિકેટ કેરિયર 13 ટ્રૉફી પર કબ્જો જમાવ્યોઃ- 1. ટી-20 વર્લ્ડકપ (2007), 2. સીબી સીરીઝ (2008), 3. કૉમ્પેક કપ (2009), 4. આઇપીએલ (2010), 5. એશિયા કપ (2010), 6. ચેમ્પિયન્સ લીગ ટી-20 (2010), 7. વર્લ્ડકપ (2011), 8. આઇપીએલ (2011), 9. ચેમ્પિયન્સ ટ્રૉફી (2013), 10. સેલ્કૉન કપ (2013), 11. ચેમ્પિયન્સ લીગ ટી-20 (2014), 12. એશિયા કપ ટી-20 (2016), 13. આઇપીએલ (2018) ની ટ્રૉફી સામેલ છે.
3/9

4/9

5/9

રવિવારે રાત્રે રમાયેલી આઇપીએલ -11ની ફાઇનલ મેચમાં જીત અપાવનાર ધોનીએ ફરી એકવાર પોતાની જર્સી નંબર-7નો ઉલ્લેખ કર્યો. તેમને કહ્યું, 'આજે 27 તારીખની રાત છે, મારી જર્સીનો નંબર 7 છે અને અમે (ચેન્નાઇ) 7મી વાર આઇપીએલ ફાઇનલમાં ઉતર્યા હતા.' ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2011માં ચેન્નાઇએ ટાઇટલ પોતાના નામે કર્યું હતું, એટલે સાત વર્ષ બાદ ચેન્નાઇ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. ધોનીની લાઇફમાં 7 નંબર બહુજ લકી છે.
6/9

7/9

ધોનીના 7 ટી-20 ટૂર્નામેન્ટના ખિતાબઃ- 1. આઇપીએલ- 3 વાર (2010, 2011, 2017), 2. ચેમ્પિયન્સ લીગ ટી-20 -2 વાર (2010, 2014), 3. ટી-20 વર્લ્ડકપ - 1 (2007), 4. એશિયા કપ ટી-20 -1 (2016)
8/9

આઇપીએલની 11મી સિઝનનું ટાઇટલ જીતતાં જ ધોનીએ 7મી વાર ટી-20 ટૂર્નામેન્ટનો એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટી-20ની વાત કરીએ તો વિશ્વ કોઇ અન્ય કેપ્ટને 5 થી વધુ વાર ટૂર્નામેન્ટ નથી જીતી.
9/9

નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સ ફરીએકવાર આઇપીએલની ઉંચાઇઓ પર છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી કમાલ કરી બતાવ્યું. 36 વર્ષનો આ કરિશ્માઇ કેપ્ટન ચૈન્નાઇને ત્રીજીવાર ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો. બે વર્ષ બાદ વાપસી કરનારી ટીમ ચેન્નાઇએ ખિતાબી જંગ આસાનીથી જીતી લીધો.
Published at : 28 May 2018 03:28 PM (IST)
Tags :
IPL 2018વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
દેશ
Advertisement
