Deaflympics 2022: મુકબધિર ઓલિમ્પિકમાં ધનુષ શ્રીકાંતે ગૉલ્ડ પર તાક્યુ નિશાન, શોર્ય સૈનીએ જીત્યો બ્રૉન્ઝ
મુકબધિર ઓલિમ્પિક ત્રીજા દિવસ 10 મીટર એર રાયફલ શૂટિંગ ઇવેન્ટમાં આઠ ખેલાડીઓની વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. આમા ધનુષે 247.5ના રેકોર્ડ સ્કૉરની સાથે ગૉલ્ડ જીત્યો હતો.
Deaflympics 2022: બ્રાઝિલમાં ચાલી રહેલા 24માં મુકબધિર ઓલિમ્પિક (Deaflympics) માં ભારતને મોટી સફળતા મળી છે. ધનુષ શ્રીકાંતે અહીં 10 મીટર એર રાયફલ શૂટિંગ ઇવેન્ટમાં ગૉલ્ડ મેડલ હાંસલ કર્યો છે. તેની સાથે શોર્ય સૈનીએ પણ આ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ પર નિશાન તાક્યુ છે.
મુકબધિર ઓલિમ્પિક ત્રીજા દિવસ 10 મીટર એર રાયફલ શૂટિંગ ઇવેન્ટમાં આઠ ખેલાડીઓની વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. આમા ધનુષે 247.5ના રેકોર્ડ સ્કૉરની સાથે ગૉલ્ડ જીત્યો હતો. દક્ષિણ કોરિયાના કિમૂ વૂ 246.6ના સ્કૉરની સાથે બીજા નંબર પર રહ્યો છે, વળી ભારતના શોર્ય સૈનીને 224.3નો સ્કૉર કરીને ત્રીજુ સ્થાન હાંસલ કર્યુ છે.
પૂર્વ ઓલિમ્પિક મેડાલિસ્ટ નિશાનેબાજ ગગન નારંગે ધનુષ અને શૌર્યની આ ઐતિહાસિક જીત માટે સેલ્યૂટ કર્યુ છે. તેને એક ટ્વીટમાં લખ્યું- જ્યારે પૉડિયમ પર બે ભારતીય ઝંડા એકસાથે લહેરાઇ રહ્યાં હોય તો, આનીથી સારી ફિલિંગ બીજી કોઇ ના હોઇ શકે. ધનુષ અને શૌર્ય તમે આખા ભારતને ગૌરવાન્તિત કર્યુ છે. તમારા જોશ, જઝ્બા અને મહેનતને સલામ છે.
No better feeling when the Indian Flag is on the podium twice..#Dhanush and #Shourya you made all Indians proud .
— Gagan Narang (@gaGunNarang) May 4, 2022
Salute to your dedication ,Hardwork and Spirit @PMOIndia @ianuragthakur @Media_SAI @OfficialNRAI @OGQ_India pic.twitter.com/e64jQvP8J7
બેડમિન્ટનમાં પણ ભારતને ગૉલ્ડ -
ભારતને આ મૂકબધિર ઓલિમ્પિકમાં બેડમિન્ટન ટીમ ઇવેન્ટમાં પણ ગૉલ્ડ મળ્યો છે. ભારતીય ટીમે જાપાનને ફાઇનલમાં 3-1 થી હરાવીને અહીં ગૉલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં ભારતીય ટીમ બે ગૉલ્ડ અને એક બ્રૉન્ઝની સાથે મેડલ ટેબલમાં આઠમા નંબર પર છે. અહીં યૂક્રેન 19 ગૉલ્ડ, 6 સિલ્વર અને 13 બ્રૉન્ઝની સાથે પહેલા નંબર પર છે.
આ પણ વાંચો............
Astrology: નિ:સંતાન દંપતિએ આ બંને ગ્રહોને ખુશ કરવા જરૂરી, આ ઉપાયથી મેળવી શકે છે સંતાન સુખ
Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે
Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ
Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો
Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાયા, 55 લોકોના મોત
Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો