શોધખોળ કરો
Advertisement
Coronavirus: દર્શકો વગર જ યોજાશે WWEની સૌથી મોટી ઇવેન્ટ WrestleMania
તમને જણાવીએ ક, વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (WWE)ની સૌથી મોટી ઇવેન્ટ WrestleMania છે. આ પે પર વ્યૂ અંતર્ગત આયોજિત કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ કોરોનાનો હાહાકાર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. જ્યાં તેના કારણે અત્યાર સુધી 7 હજારથી વધારે લોકોના મોત થયા છે ત્યારે બીજી બાજુ તેની બજારથી લઈને ફિલ્મ અને રમત પર પણ તેની અસર જોવા મળી રહી છે. કોરોનાને કારણે જ્યાં મોટી મોટી ટેક ઇવેન્ટ, ઓટો શો કેન્સલ થઈ રહ્યા છે અથવા તો તેની તારીખો આગળ વધારવામાં આવી છે. જ્યારે રમત પર પણ તેની અસર જોવા મળી રહી છે. WWEની સૌથી મોટી ઇવેન્ટ WrestleManiaનું હવે દર્શકો વગર આયોજન કરવામાં આવશે.
તમને જણાવીએ ક, વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (WWE)ની સૌથી મોટી ઇવેન્ટ WrestleMania છે. આ પે પર વ્યૂ અંતર્ગત આયોજિત કરવામાં આવે છે. કોરોરાનાને કારણે આ ઈવેન્ટ હવે દર્શકો વગર આયોજિત કરવામાં આવશે. વિશ્વના મોટા મોટા રેસરલ આમને સામને હશે પરંતુ ચીયર કરવા માટે તેમના ફેન્સ હાજર નહીં હોય. ઉપરાંત WWE તરફતી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહ્યું કે, WrestleMania પોતાના નક્કી સ્થાન ટેંપા બેમાં નહિં યોજાય. હવે તે WWE પરફોર્મન્સ સેન્ટર, ફ્લોરિડામાં તેનું આયોજન કરવામાં આવશે.
તમને જણાવીએ કે WrestleMania 5 એપ્રિલથી આયોજત કરવામાં આવી રહી છે. દર્શકોની એન્ટ્રી પર પ્રતિબંધ બાદ હવે આ ઈવેન્ટને લાઈવ જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઈવેન્ટ સાંજે 7 કલાકથી લાઈવ જોઈ શકાશે. WrestleMania તમને WWE નેટનવર્ક પર પે પર વ્યૂ અંતર્ગત જોવા મળશે. તમને જણાવીએ કે, WrestleMania દરમિયાન માત્ર એ લોકો જ વેન્યૂ પર હાજર રહેશે જે સીધા જ તેની સાથે જોડાયેલ છે. તેમાં મોટાભાગના પ્રોડ્યૂસર સામેલ છે જે તેને પ્રોડ્યૂસ કરવામાં મદદ કરશે.
ફેન્સ પર પડશે અસર
તમને જણાવીએ કે, WrestleMania એક મોટી ઈવને્ટ છે. WWEના ફેન્સ આ ઈવેન્ટને જોવા માટે વિશ્વભરમાંથી અમેરિકાનો પ્રવાસ કરે છે. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પર્યટકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે અમેરિકાના ફેન્સ પણ થોડા નિરાશ છે. નોંધનીય છે કે, આ પહેલા WWEની વીકલી ઇવેન્ટ સ્મેક ડાઉન લાઈવ અને મંડે નાઈટ લાઈવ રો પણ દર્શકો વગર જ રેકોર્ડ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion