શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટીમ ઈન્ડિયાનો આ યુવા ક્રિકેટર ડોપિંગમાં ફસાયો, આઠ મહિના માટે થયો સસ્પેન્ડ
બીસીસીઆઇના અહેવાલ પ્રમાણે એન્ટી ડોપીંગ ટેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત શૉએ યુરીન સેમ્પલ આપ્યું હતું. તેણે અજાણતા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. પૃથ્વીએ એક કફ સિરપનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે તેના શરીરમાં આ પ્રતિબંધિત તત્વ મળ્યું છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટર પૃથ્વી શૉને મોટો ઝટકો લાગ્યો છે. ડોપીંગ ટેસ્ટમાં દોષિત સાબિત થતાં બીસીસીઆઇએ તેને આઠ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. પૃથ્વીને તમામ ફોર્મેટમાં સસ્પેન્ડ કર્યો છે. આ સિવાય વિદર્ભથી રમતા ડોમેસ્ટિક ક્રિકેટર અક્ષય દુલારવાર અને રાજસ્થાનના દિવ્ય ગજરાજને પણ આ નિયમમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ખેલાડી પણ ડોપ ટેસ્ટમાં દોષિત સાબિત થયા હતા.
પૃથ્વી શૉ પર લાગેલો પ્રતિબંધ 16 માર્ચથી શરૂ માનવામાં આવશે. અને તે 15 નવેમ્બર 2019 સુધી ક્રિકેટથી દૂર રહેશે. યુવા ક્રિકેટરનુ સેમ્પલ 22 ફેબ્રુઆરીએ ઇન્દોરમાં રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન લેવાયું હતું. સેમ્પલ ટેસ્ટમાં ટર્બ્યુટર્લિન નામનું તત્વ મળી આવ્યું હતું જે સામાન્ય રીતે કફ સીરપમાં હોય છે. આ તત્વ રમતમાં ડોપિંગ વિરુદ્ધ કામ કરનારી સંસ્થા વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં સામેલ છે.
બીસીસીઆઇના રિપોર્ટ પ્રમાણે એન્ટી ડોપીંગ ટેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત શૉએ યુરીન સેમ્પલ આપ્યું હતું. તેણે અજાણતા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. પૃથ્વીએ એક કફ સિરપનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે તેના શરીરમાં આ પ્રતિબંધિત તત્વ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે શૉ પહેલેથી જ ઇજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. જેના કારણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
આ સેમ્પલ 22 ફેબ્રુઆરીએ ઇન્દોરમાં રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન લેવાયું હતું. સેમ્પલ ટેસ્ટમાં ‘ટર્બ્યુટલાઇન’ નામનું તત્વ મળ્યું હતું જે સામાન્ય રીતે કફ સીરપમાં હોય છે. આ તત્વ પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion