રોહિતે પહેલી ટેસ્ટમાં પોતાની બેટિંગનો જલવો બતાવ્યો ન હતો, પહેલી ઇનિંગમાં 37 રન અને બીજી ઇનિંગમાં 1 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. હવે જો ત્રીજી ટેસ્ટમાં સ્થાન મળે છે તો રોહિત માટે સારા પરફોર્મન્સની આશા સાથે રમવું પડેશે.
2/4
રોહિત શર્માને ફિજીયોએ ફિટ જાહેર કર્યો છે પણ હજુ 12 ખેલાડીઓની ટીમના સભ્ય બનાવ માટે મુશ્કેલી પડી શકે છે, કેમકે રોહિતને કોના સ્થાને લેવો એ મુશ્કેલી છે. હનુમા વિહારી હાલમાં સારુ પરફોર્મન્સ આપી રહ્યો છે. જ્યારે રોહિતે એડિલેડ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમા 37 રન અને બીજી ઇનિંગમાં 1 રન જ બનાવ્યો હતો. ત્યારબાદ ઇજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું
3/4
કેપ્ટન અજિંક્યે રહાણેએ પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા કહ્યું કે, રોહિત શર્મા ફિટ થઇ ગયો છે. રોહિતે રવિવારે સારી એવી નેટ પ્રેક્ટિસ કરી હતી, જેની ઇજા હવે નોર્મલ થઇ ગઇ છે.
4/4
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનને લઇને ચર્ચા વધી રહી છે, કોને ટીમમાં સમાવવો અને કોને બહાર કરવો. પહેલી બે ટેસ્ટમાં ઓપનિંગ જોડીની ખરાબ બેટિંગના કારણે ટીમ ઇન્ડિયા પરેશાન છે ત્યારે એક સારા સમચાર મળી રહ્યાં છે કે રોહિત શર્મા ત્રીજી ટેસ્ટ માટે ફિટ જાહેર થયો છે.