શોધખોળ કરો
Advertisement
રણજી ટ્રોફી ફાઈનલઃ બીજા દિવસના અંતે સૌરાષ્ટ્ર 384/8, વસાવડાના 106 રન
બીજા દિવસની રમતમાં સૌરાષ્ટ્રે 3 વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા. જેના કારણે મેચ જોવા આવેલા પ્રેક્ષકો પણ નિરાશ થયા હતા.
રાજકોટઃ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે. બીજા દિવસના અંતે સૌરાષ્ટ્રે 8 વિકેટના નુકસાન પર 384 રન બનાવી લીધા છે. બીજા દિવસે સૌરાષ્ટ્રે ધીમી બેટિંગ કરી હતી. બીજા દિવસની રમતમાં સૌરાષ્ટ્રે 3 વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા. જેના કારણે મેચ જોવા આવેલા પ્રેક્ષકો પણ નિરાશ થયા હતા.
અર્પિત વસાવડાએ 287 બોલમાં 106 રન અને ચેતેશ્વર પુજારાએ 237 બોલમાં 66 રન બનાવ્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 142 રનની પાર્ટનરશિપ કરી હતી. બંગાળ તરફથી અક્ષ દીપને 3 સફળતા મળી હતી. જ્યારે શહબાઝ અહમદ તથા મુકેશ કુમારને 2-2 અને ઈશાન પોરેલને 1 સફળતા મળી હતી.It's Stumps on Day 2⃣ of the @paytm #RanjiTrophy #Final between Saurashtra and Bengal.
Scorecard ???? https://t.co/LPb46JOjje #SAUvBEN pic.twitter.com/wi6PDmrqsb — BCCI Domestic (@BCCIdomestic) March 10, 2020
પ્રથમ દિવસે રાજકોટના કેપ્ટન જયદેવ ઉનડકટે ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. દિવસના અંતે સૌરાષ્ટ્રનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 206 રન હતો. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારા છઠ્ઠા ક્રમે રમવા આવ્યો હતો. પરંતુ 24 બોલનો સામનો કર્યા બાદ તબિયત ખરાબ થતાં મેદાન છોડીને જતો રહ્યો હતો.WATCH: What a fine knock this is! ????????
Aarpit Vasavada scores a well-compiled 106 in the @paytm #RanjiTrophy #Final against Bengal. ???????? Video ???? https://t.co/mMjRYp1Lgk#SAUvBEN pic.twitter.com/esvQdYGzT6 — BCCI Domestic (@BCCIdomestic) March 10, 2020
જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના આ 22 ધારાસભ્યોએ છોડ્યો કમલનાથનો સાથ, જુઓ સંપૂર્ણ લિસ્ટ Yes Bankના ગ્રાહકો માટે મોટા સમાચાર, NEFT અને IMPSથી કરી શકશે ચુકવણી પિતા માધવરાવના પગલે ચાલ્યો જ્યોતિરાદિત્ય, કોંગ્રેસને કહ્યું અલવિદા હાર્દિક પંડ્યાએ મંગેતર સાથે ઉજવી હોળી, ભાઈ કૃણાલ અને ભાભી પણ હતા સાથે, જુઓ તસવીરોIt's Stumps on Day 1⃣ of the @paytm #RanjiTrophy #Final between Saurashtra and Bengal in Rajkot. #SAUvBEN
Scorecard ????https://t.co/LPb46JOjje pic.twitter.com/dsvzQBDpAv — BCCI Domestic (@BCCIdomestic) March 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement